Mysamachar.in-સુરત
જો તમે ATM કાર્ડનો વપરાશ કરતાં હોવ અને તે કાર્ડ સાથે જ તમને એ.ટી.એમનો પીન નંબર રાખી મૂકવાની આદત હોય તો હવે તમે અત્યારે જ આ આદત સુધારી લેજો નહિતર તમારા એકાઉન્ટમાંથી લાખો રૂપિયા સાફ થઈ શકે છે. આવો જ એક સુરત શહેરનો કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરમાં એ.ટી.એમમાં થી કાર્ડડેટાની ચોરી કરી તેના ડેટાથી ક્લોનિંગ મશીન દ્વારા ડુપ્લિકેટ એ.ટી.એમ કાર્ડ બનાવીને લોકોના ખાતામાંથી દેશના અલગ અલગ રાજ્યોના એ.ટી.એમોમાંથી રોકડા રૂપિયા ઉપાડતી આંતરરાજ્ય ગેંગની ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધી છે. આ ગેંગ ખાસ બિહારથી દિલ્હી અને દિલ્હીથી ફાલાઇટ મારફતે સુરત આવતા-જતાં હતા.
એક ટોળકી બિહારથી દિલ્લી અને દિલ્લીથી સુરત ફ્લાઈટ મારફતે આવીને સુરત શહેરમાં ડીંડોલી, ઉધના, લિમ્બાયત, સચિન, સચિન જી.આઈ.ડી.સી, પાંડેસરા, પુણા જેવાં અલગ અલગ વિસ્તારોમાં આવેલી અને કેટલાક ચોક્કસ એ.ટી.એમ ટાર્ગેટ કરીને એક્સિસ બેન્કના એ.ટી.એમ.મીશનનુ હુક ડુપ્લીકેટ ચાવી વડે ખોલી દેતા હતા. એ.ટી.એમ.માંથી પૈસા ઉપાડવા આવતા જતા વ્યક્તિઓના કાર્ડના ડેટા ચોરી કરવાના ઇરાદે તે એ.ટી.એમ.ના કાર્ડ રીડરમાં ચીપ ઇન્સર્ટ કરી કાર્ડનો ડેટા કોપી કરી કરતું સ્કીમર ડીવાઇસ ફીટ કરી એ.ટી.એમ.મીશનમાં કેશ ઉપાડવા આવતા વ્યક્તિઓની આજુ બાજુમાં ઉભા રહી જઇ તે વ્યક્તિના એ.ટી.એમ કાર્ડના પીન નંબર તથા એ.ટી.એમ કાર્ડ પર રહેલા છેલ્લા ચાર ડીઝીટ જોઇ નોંધી પણ લેતા હતા.
એ.ટી.એમ મશીનોમાંથી આ રીતે કાર્ડ રીડરને કાઢી તેમાંથી ચોરી કરેલ પીન નંબર, કાર્ડ નંબરોની માહિતી અને સ્કીમર મશીન દ્વારા ચોરી કરેલ ડેટાની માહિતી મેળવીને એ.ટી.એમ. કાર્ડ નંબર, પીન નંબરની માહિતી આધારે દિલ્હી અને બિહાર જઈ ચોરીના એ.ટી.એમ. કાર્ડોમાંથી રાઇટર સોફ્ટવેરના મદદથી સ્કીમર મશીન દ્વારા મળેલી વિગતોથી એ.ટી.એમ.ના ડેટાની માહિતી બ્લેક કાર્ડમાં રાઇટ કરી તે એટીએમ કાર્ડ ક્લોન બનાવતા હતા. અને રૂપિયાની બારોબારથી ઊઠાંતરી કરતાં હતા.
રાજ્યના સુરત શહેરમાં લોકોના મહેનતના રૂપિયાને ડુપ્લિકેટ એ.ટી.એમ કાર્ડ દ્વારા બેંક ખાતામાંથી બારોબાર ઉપાડી જતા હોવાની અનેક ફરિયાદો પોલિસ મથકોમાં નોંધાઈ હતી. જેના આધારે શહેરની ક્રાઇમ બ્રાન્ચે આવા પ્રકારના બનાવોની માહિતી એકત્ર કરી બેંકોનો સંપર્ક કરી ડુપ્લિકેટ એ.ટી.એમ કાર્ડ દ્વારા બેંક ખાતામાંથી બારોબાર રૂપિયા ઊઠાંતરી કરી લેતા ગુનેગારોને પકડવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી હતી..ઝડપાયેલા આરોપીઓ સામે 10 થી વધુ ગુન્હા આચરેલ હોવાનું સામે આવ્યું છે.
જેની ફરિયાદની અરજીઓ પોલિસ મથકમાં મળી છે. આ ઉપરાંત ઉતરપ્રદેશ અને ઝારખંડમાં પણ તેમની સામે ગુન્હા નોધાયેલા છે. ટેકનિકલ સર્વેલન્સ, સી.સી.ટી.વી ફુટેજ તેમજ હ્યુમન સૌર્સ દ્વારા આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચને આ ગેંગ ને પકડવામાં સફળતા મળી છે.