Mysamachar.in-જામનગર:
જામનગર લોકલ ક્રાઈમ બ્રાંચને એક ધાડપાડુ ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળી છે ગુન્હો આચરવાની ફિરાકમાં રહેલ ટોળકીની માહિતી જામનગર એલસીબી ટીમને મળી જતા ગુનાહિત ઈતિહાસ ધરાવતી પાંચ ઈસમોની આ ટોળકીને ઝડપી પાડવામાં જામનગર પોલીસને સફળતા મળી છે જામનગર એલસીબીએ જાહેર કરેલ વિગતો મુજબ
એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.લગારીયાના માર્ગદર્શનમાં દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના કાસમભાઇ બ્લોચ, દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર,રૂષિરાજસિંહ વાળાને સંયુકત રીતે વિશ્વાસુ બાતમીદારોથી હકિકત મળેલ કે, કાલાવડ તાલુકાના મછલીવાડ ગામથી અરલાગામ તરફ જવાના રોડ ઉપર લૂંટારૂ ટોળકીના માણસો જીવલેણ ધાતક હથીયારો ધારણ કરી,રોડ ઉપર પસાર થનાર માણસોને લૂંટી લેવા માટે તૈયારી કરવા એકઠા થયેલ છે.તેવી બાતમી આધારે પાંચ ઇસમોને જીવલેણ ધાતક હથિયાર તથા ચોરીના મુદામાલ સાથે દબોચી લેવામાં આવ્યા છે.
-કોણ છે આરોપીઓ
-નવાઝ જુમાભાઇ દેથા રહે. પીરલાખાસર તા.ખંભાળીયા જી.દેવભુમિ દ્રારકા .
-અજય કારૂભાઇ સોલંકી હે. ધંટેશ્વર પાસે, રાજકોટ મુળ-અમરેલી
-અલ્તાફ ઉર્ફે ભાયો ઇકબાલભાઇ બેલીમ રહે.એકતા સોસાયટી, પરાપીપળીયા રાજકોટ
-મિત ઉફે ગાંડો દિલીપભાઇ રહે. રૈયાધાર, રાણીમા રૂડીમા ચોક, રાજકોટ મુળ- ભાણવડ જી.દેવભુમી દ્રારકા
-વસીમ ઉર્ફે અંજુમ અબ્દુલભાઈ મુસાણી રહે. પરાપીપળીયા,રાજકોટ મુળ-સાવરકુંડલા જી.અમરેલી
-પોલીસે શું કબજે કર્યું
-કોપર કેબલ વાયર- 220 મીટર કિ.રૂ. 1,36,800
-ઇકો ગાડી-1 કિ.રૂ 1,50,000
– એફઝેડમો.સા/એકટીવા/સ્પલેન્ડર મો.સા-03 કિ.રૂ 1,15,000
-ફોન-4 કિ.રૂ 20,000
-ગ્રાઇન્ડર મશીન-1 કિ.રૂ 1000
– ધાતક હથિયાર, કોયતો,છરી, ધારીયુ,ધોકો,પાઇપ મળી કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે
-આરોપીઓની કઈ રીતે આપતા ગુન્હાઓને અંજામ
મુખ્ય આરોપી નવાઝ દેથા સંધી અગાઉ જામનગર,દેવભૂમી દ્રારકા જીલ્લામા પવનચકકીના કેબલ વાયર ચોરીના ગુનામા પકડાયેલ હોય,જેથી પવનચકકીના અર્થિગ કેબલ વાયર કઇ રીતે કાપી શકાય,તેનાથી સંપૂર્ણ વાકેફ હોય,આરોપી નવાઝ દેથા સંધી અગાઉ રાજકોટ પરાપીપળીયા ગામે રહેતો ત્યારે તેની રાજકોટ ધંટેશ્વર નજીક ચા ની હોટલ પાસે ઉઠક બેઠક હોય,આ કામના અન્ય આરોપીઓ ચા ની હોટલે આવતા એકાબીજા અવાર નવાર મળતા હોય તે કારણે ઓળખાણ થયેલ હતી,ત્યારે નવાઝ દેથા સંધીએ આરોપીઓને કહેલ કે,કાલાવડ તાલુકામા આવેલ પવનચકકીના અર્થિગના કેબલ વાયર ચોરીમા વધુ પૈસા મળે છે.આ ચોરીમા સાથે રહેશો તો ભાગ મળશે તેમ કહેતા તમામ આરોપીઓ ચોરી કરવા જવામા સહમત થયેલ હતા,આ પાચેય ઇસમો તેમના હસ્તકની ઇકો ગાડી,એફઝેડ,એકટીવા,તથા સ્પલેન્ડર મો.સા લઇ મોડી રાત્રીના કાલાવડ તાલુકામા આવેલ પવનચકકીએ જઇ ત્યા નવાઝ દેથા સંધી પવનચકકીના થાંભલા ઉપર દોરડા વાટે ચડી,આ આર્થિંગના કોપરના કેબલ વાયર ગ્રાઇન્ડર મશીનથી કાપી, નીચે ફેકતા અન્ય આરોપીઓ આ વાયર ભેગો કરી,તેઓના હસ્તકના વાહનમા ભરી અવાવરૂ જગ્યાએ લઇ જઇ આ કેબલમાથી કોપર વાયર અલગ કરી ત્યા છુપાવી એકઠો કરતા હતા, ટોળકી ના માણસ અગાઉ રાજકોટ તથા જામનગર,દેવભૂમી દ્રારકા જીલ્લામા ખૂન, ખૂનની કોશીષ, લુંટ,ધરફોડ ચોરી,વાહન ચોરી,કેબલ ચોરી,મારા મારી,દારૂ ,જુગાર ના ગુનાઓ નોંધાયેલ છે
આ કામગીરી કરનાર ટીમ જામનગર એલસીબી
પોલીસ ઇન્સ્પેકટર વી.એમ. લગારીયા પીએસઆઈ સી.એમ.કાંટેલીયા, પીએસઆઈ પી.એન.મોરી દિલીપભાઇ તલવાડીયા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર , હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, યુવરાજસિંહ ઝાલા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ એમ.જાડેજા, ભરતભાઇ ડાંગર, નિર્મળસિંહ એસ જાડેજા, ધમેન્દ્રસિંહ એન જાડેજા, સુમીતભાઇ શીયાર, કિશોરભાઇ પરમાર, મયુરસિંહ પરમાર, રૂષીરાજસિંહ વાળા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વિરડા, બળવંતસિંહ પરમાર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા, સુરેશભાઇ માલકિયા, ભારતીબેન ડાંગર, સહિતના દ્વારા કરવામાં આવી છે.