Mysamachar.in-સુરત
સુરત શહેરમાં સામે આવી છે વધુ એક હનીટ્રેપની ઘટના….જેમાં ઘોડદોડ રોડ વિસ્તારના વૃદ્ધને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મહિલા સહિતની ટોળકીએ રૂપિયા 25 હજારનો તોડ કર્યો હતો. ટોળકીના સાગરીતે પહેલા વૃદ્ધને તેના ખાતાની પાસે બેઠો હતો ત્યારે ભંગાર વેચવાનો છે કે નહી હોવાને બહાને તેની સાથે વાતચીત કર્યા બાદ દેલાડવા પાટીયા ખાતે સંચાનું ખાતુ ભાડે આપવાનું છે તે બતાવાનું કહી તેની ચાવી લેવાને બહાને કામરેજના રૂમમાં લઈ ગયો હતો. ત્યાં ટોળકીના અન્ય સાગરીતો પોલીસ બનીને અંદર આવી મહિલા સાથે બિભત્સ હાલતમાં ફોટા પાડી દુષ્કર્મનો કેસ કરવાને બહાને પૈસા પડાવ્યા હતા. પોલીસે વૃદ્ધની ફરિયાદ લઈ મહિલા સહિતની ટોળકી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા કુંદનલાલ નામના (ઉ.વ.79) વર્ષીય વૃદ્ધ કતારગામ વસ્તાદેવડી રોડ નીતા એસ્ટેટમાં લુમ્સના 24 મશીન ચલાવતા હતા. દરમિયાન અગિયાર મહિના પહેલા મિલકત જુની હોવાથી પડી ગઈ હતી, મીલકતનો કાટમાળ અને મશીનરી ત્યાં જ પડી છે. કુંદનલાલ રોજના આ મિલકત પાસે આવીને બેસે છે. ગત 4 ડિસેમ્બરના રોજ સવારે જગ્યા પણ બેઠા હતા. તે વખતે અજાણ્યો તેમની પાસે આવીને પ્લોટમાં પડેલો ભંગાર વેચવાનો છે હોવાનું પુછ્યું હતું. જોકે કુંદનલાલે ભંગાર વેચવાની ના પાડી હતી. અજાણ્યાએ જતા જતા પોતાનું નામ વિશાલ હોવાનું કહી મોબાઈલ નંબર આપ્યો હતો.
જે બાદ ગિરિરાજ હોટલની પાછળ આવેલા એપાર્ટમેન્ટના એક રૂમમાં ગયા હતા. ત્યાં મહિલા પાણી આપ્યું હતું. કુંદનલાલ પાણી પીતા હતા ત્યારે બે અજાણ્યાઓ રૂમનો દરવાજા ખોલી અંદર આવી મહિલા તરફ જોઈ તમે આવા ધંધા કરો છો? કહી કુંદનલાલને બે ત્રણ તમાચા માર્યા હતા.જયારે વિશાલને તમાચા મારી બહાર કાઢી દરવાજા બંધ કરી દીધો હતો. કુંદનલાલના બળજબરીપૂર્વક કપડાં કઢાવી મહિલાની બાજુમાં બેસાડી મોબાઈલમાં ફોટા પાડી લીધા હતા. દરમિયાન અંદર આવેલી અન્ય મહિલાએ તેમને નીચે બેસાડી દીધા હતા. ટોળકીના પ્લાન મુજબ રૂમમાં અન્ય બે અજાણ્યાઓ આવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી કુંદનલાલને કાકા તમને આ ઉંમરે આ કામ શોભે છે ?
આનો તોડ કરવો પડશે અને તમારા ફોટા વાઈરલ નહી કરવા હોય તો રૂપિયા 1.50 લાખ આપવા પડશે તેમ કહ્યું હતું. જોકે કુંદનલાલે પૈસા નહી હોવાનું કહેતા તો તમને કામરેજ પોલીસ સ્ટેસનમાં લઈ જવા પડશે અને તમારા ઉપર દુષ્કર્મનો કેસ કરવો પડશે તેમ કહીં ગભરાવ્યો હતો. છેવટે પૈસા બાબતે વાટાઘાટો કરી રૂપિયા 25 હજાર આપાવનું નક્કી કર્યું હતું. કુંદનલાલે તેમની પાસે પૈસા ન હોવાથી તેમને ભાગળ ખાતે તેમના મિત્ર દીલીપની દુકાનેથી પૈસા આપ્યા હતા અને ઘરે આવી તેના પુત્ર મનોજને વાત કર્યા બાદ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કુંદનલાલની ફરિયાદ લઈ બે મહિલા સહિતની ટોળકી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.