Mysamachar.in-જામનગર:
ખાણીપીણીની કેટલીક ચીજવસ્તુઓ છેલ્લા કેટલાક સમયથી લોકોમાં આવેલ જાગૃતિને કારણે સામે એટલા માટે આવે છે કે કોઈપણ ખાણીપીણીની વસ્તુઓમાંથી નીકળતી જીવાતો, વાંસી ખોરાક, કે બીજા કોઈ કારણોસર આવી ખાદ્યચીજો ચર્ચાઓમાં રહે છે. આવી જ વધુ એક ચર્ચા આજે જામનગરમાં એટલે સામે આવી કારણ કે….

જામનગરના પુષ્કરધામ સોસાયટીમાં રહેતા જસ્મીન પટેલ નામના વ્યક્તિએ આજે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે ગતરોજ મંગળવારે મારી ભત્રીજી પટેલ જનરલ સ્ટોરમાંથી બાલાજીની ક્ર્ન્ચેક્સ વેફર લાવી હતી તે અડધી ખાધી તો તેમાંથી દેડકો હોવાનું સામે આવ્યું પછી તે પડીકું અમે રાખી દીધું અને અમે દુકાને ગયા તો તેને અમને કસ્ટમર કેરમાં ફોન કરવાનું કહ્યું તો ત્યાંથી કાઈ વ્યવસ્થિત જવાબ ના મળ્યો..

આ અંગે જામનગર મનપાના ફૂડ સેફટી ઓફીસર ડી.બી.પરમારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આજે અમો ફિલ્ડમાં હતા ત્યારે અમોને જસ્મીન પટેલ નામના વ્યક્તિનો ફોન આવેલ અને તેવાઓએ બાલાજીની ક્રન્ચી સિમ્પલ સોલ્ટેડ વેફર ખરીદેલ તેમાં દેડકો હોવાનું જણાવેલ જેથી અમોએ પટેલ પ્રોવિઝન સ્ટોરમાં આવેલ અને ત્યાં તોડેલ પેકેટ જોતા તેમાં દેડકો હોય તેવું જણાયેલ છે અને હવે અમે એજન્સીમાં જઈ અને આ બેચ નંબરના નમુના લેશું અને આગળ જે કોઈ કાયદાકીય કાર્યવાહી થતી હશે તે કરીશું તેમ જણાવેલ છે.હવે વેફરમાં ખરેખર આ દેડકો અંદર કઈ રીતે મળી આવ્યો તે સમગ્ર મામલો તપાસ માંગી લેતો છે.
