Mysamachar.in: જામનગર
જામનગરમાં વસવાટ કરતો એક યુવાન સફાઈ કામદાર છેલ્લા 12 દિવસથી ગૂમ છે. ગૂમ થનાર આ યુવાનની સાથે તેના બે પુત્ર પણ ગૂમ છે, એવી જાણ પોલીસમાં કરવામાં આવી છે. હવે ક્યા કારણોસર આ પિતા બે પુત્રો સાથે ગુમ થયા તે બાબત પોલીસ તપાસનો વિષય બની છે

જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શીતલબેન (ઉ.વ. 32, સફાઈ કામદાર, રહે. ભીમવાસ શેરી નંબર 1) સચિનભાઈ વાઘેલા નામના મહિલાએ 20મી મે એ એવી જાણ કરી છે કે, તેણીના પતિ સચિનભાઈ રમેશભાઈ વાઘેલા (ઉ.વ. 35) 10મે થી ગૂમ છે. સચિનભાઈ ગૂમ થયા ત્યારે તેમની સાથે તેમનો 11 વર્ષનો દીકરો નૈતિક અને 5 વર્ષનો બીજો દીકરો નમન પણ સાથે હતાં. સચિનભાઈ પણ સફાઈ કામદાર છે અને આ પિતા-પુત્રો 10મે એ સવારે 10 વાગ્યે ઘરેથી જતાં રહ્યા બાદ આજની તારીખ સુધી પરત ફર્યા નથી.

સચિનભાઈના ગળાના ભાગે જૂનું ઘા લાગેલાનું નિશાન છે. નૈતિક પાતળા બાંધાનો અને નાનો નમન મજબૂત બાંધાનો છે. સચિનભાઈ ઘરેથી બાળકો સાથે ગયા ત્યારે તેમની પાસે GJ-10-CJ-8037 નંબરનું પેશન મોટરસાયકલ પણ હતું. કોઈને કશી જાણકારીઓ પ્રાપ્ત થાય તો પોલીસ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર સોચા (99251 51711) નો સંપર્ક કરવો.આમ પિતા તેના બે પુત્રો સાથે ગુમ થઇ જવાની સામે આવેલ આ ઘટનાએ પરિવારમાં ચિંતા જગાવી છે.
