Mysamachar.in-જામનગર:
જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના તાજેતરમાં જ એક મહીલા આરોપી નીયામતબેન ગુલમામદ ઇસ્માઇલભાઇ શેખ રહે. ઘાંચીની ખડકી બહાર વહેવારીયા મદ્રેશા ઢોકડ કાંઠો જામનગર વિરુદ્ધ ગાંજાનો કેસ કરેલ હતો જેના રહેણાંક મકાને તપાસ દરમ્યાન જાણવા મળેલ કે આ મહીલા આરોપીના ભોગવટાવાળા મકાનમાં PGVCL નુ મીટર લગાવેલ ન હોય અને PGVCLના થાંભલામાંથી ડાયરેક્ટ કનેક્શન મેળવેલ હોવાનુ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ગજ્જર અને તેમની ટીમને ધ્યાને આવતા PGVCLના અધિકારી તેમજ કર્મચારીઓ સાથે ગાંજાના કેસમાં ઝડપાયેલા આ મહીલા આરોપીનુ મકાન ચેક કરતા મકાનમાં PGVCL નું મીટર લગાવેલ ન હોય અને PGVCL ના થાંભલામાંથી ડાયરેક્ટ કનેક્શન મેળવેલનુ સામે આવતા PGVCLના અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી કરી તેઓના ઘરનુ વીજ જોડાણ કાપી નાખેલ છે.