Mysamachar.in:રાજકોટ
આજના આધુનિક ટેકનોલોજીના સમયમાં પણ કેટલાક પરિવારો હજુ પણ અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરી અને મુસીબતમાં મુકાય છે. આવો જ વધુ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે, આ અંગે મળતી વિગતો મુજબ કોઠારિયા રોડ પર વસવાટ કરતા ભાવનાબેન નામના મહિલા છેલ્લા કેટલાક સમયથી માનસિક અશાંતિનો અનુભવ કરતા હતા એવામાં એક દિવસ તેવો ટીવી સામે બેઠા હતા ત્યારે એક ગુજરાતી ચેનલમાં ચમત્કારિક તાંત્રિક બાબાની જાહેરાત જોઈ અને ભાવનાબેને તેનો સંપર્ક કર્યો હતો,
જેમાં સામે પક્ષે બાબાને ત્યાંથી મહિલાની સમસ્યા દૂર કરી આપવાનો વિશ્વાસ અપાવતા આ મહિલા વિશ્વાસમાં આવી ગયા હતા અને કટકે કટકે 2.73 લાખથી વધુની રકમ ચૂકવી હતી અને તાંત્રિક બાબાએ માનસિક શાંતિ પણ થઇ જશે અને ધંધો પણ સારો ચાલવા લાગશે તેવો વિશ્વાસ આપ્યો હતો જે બાદ આવું કાઈ જ થતા મહિલાએ અવારનવાર તાંત્રિક બાબાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ સંતોષકારક જવાબ નહિ મળતા તેણીએ આ અંગે ચમત્કારીક તાંત્રિક જ્યોતિષ બાબા વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે કલમ 406,420 હેઠળ ઈશ્વર રાધા વલ્લભ જોષી નામના ચમત્કારીક તાંત્રિક જ્યોતિષ બાબા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.