Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
પોલીસને આમ તો નકરાત્મક માનસિકતાથી જોનારો વર્ગ મોટો છે, પણ આ બાબત દરેક કિસ્સાઓમાં લાગુ પડતી નથી…પણ ક્યારેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી સરાહનીય કામગીરીની સૌને પ્રસંશા કરવી પડતી હોય છે.દ્વારકા જગતમંદિરે દરવર્ષે ઉજવવામાં આવતા ફૂલડોલ ઉત્સવનું ભાવિકોમાં અનેરું મહત્વ છે, અને દરવર્ષે લાખોની સંખ્યામાં આ દિવસે અહી ભાવિકો કાળિયા ઠાકર સંગ હોળી ખેલવા ઉમટી પડે છે, હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દુર દુરથી અહી પગપાળા પણ આવી પહોચે છે, ત્યારે આવા પદયાત્રીઓને કોઈ કમી ના રહે તે માટે દ્વારકા જીલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ટીમને જરૂરી સુચારુ વ્યવસ્થાઓ કરવા માટે સૂચનાઓ આપવામાં આવતા સમગ્ર જીલ્લા પોલીસની ટીમે એસ.પી ની સૂચનાને માન આપી પદયાત્રીઓની સેવામાં લાગી ચુકી છે.
દ્વારકા જીલ્લામાં ફરજ બજાવતા DYSP એસ.એચ.સારડા તથા LCB પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહિલ તથા SOG પોલીસ ઇન્સ્પેકટર પી.સી.શિંગરખીયા તથા પો.સ.ઇન્સ.પીએસઆઈ યુ.બી.અખેડ વાડીનાર મરીન પોલીસ સ્ટેશન તથા તમામ LCB સ્ટાફ તથા SOG સ્ટાફ તથા નવા ભરતી થયેલ રીક્રુટ મળી જીલ્લાની તમામ પોલીસ એકસુત્રતા જળવાઈ રહે જે હેતુથી આગામી સમયમાં હોળી-ધૂળેટીના તહેવાર અન્વયે દ્વારકા ખાતે આવેલ ભગવાન દ્વારકાધીશના મંદિરે દુર દુર થી પગપાળા ચાલી પદયાત્રીકો જતાં હોય જેથી તેઓને યાત્રા દરમિયાન કોઈ અવગળતા ના પડે જે શુભ હેતુ થી સુવિધાસભર કેમ્પ જામનગર-ખંભાલીયા હાઈવે પર આરાધના ધામ ખાતે કરવામાં આવેલ છે.
પદયાત્રીકો માટે સવારના સમયે ચા-નાસ્તો તથા બપોરના અને સાંજના સમયે જમવાનું આયોજન તેમજ દિવસ દરમ્યાન ચા-પાણી તથા શરબતનું આયોજન, પદયાત્રીકો માટે ઉતારાની વ્યવસ્થા જેમાં રાત્રીના સમયે સુવા માટે ગાદલા, ચાદર, ઓશિકા વિગેરે સગવડતાનું આયોજન તો ચાલીને જનાર પદયાત્રીઓને રાત્રીના સમયે ચાલીને જતાં હોય જેથી રોડ ઉપર અવર-જવર કરનાર વાહન ચાલકોને પદયાત્રીઓ ચાલીને જાય છે તે જોવામાં આવે તે માટે પદયાત્રીઓના પીઠ ઉપર રેડિયમની સુવીધાનું આયોજન અને વયોવૃધ કે મોટી ઉમરના પદયાત્રીકો કે જેઓ દુરથી ચાલીને આવતાં હોય તેઓને વિરામ સમયે આરામ મળી રહે તે માટે વાઈબ્રેટર મસાજ મશીનની સગવળતાનું આયોજન પણ દ્વારકા જીલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે.