Mysamachar.in-કચ્છ ભુજ:
રાજ્યમાં વાહનોની બેકાબુ રફતારથી દરરોજ કોઈ ને કોઈ સ્થળે ગંભીર અકસ્માતોની ઘટના સામે આવતી રહે છે એવામાં આજે ભુજમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 5 લોકોના મોત થયા છે અને આ આંકડો હજુ વધી શકે છે કારણ કે ઈજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત ગંભીર ગણાવાઈ રહી છે, પ્રાથમિક માહિતી મુજબ આજે ભુજ મુન્દ્રા રોડ વચ્ચે આવતા કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લકઝરી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 5 થી વધારે લોકોના મૃત્યુ થયા છે મૃત્યુઆંક વધવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે, વધુમાં જાણવા મળતી વિગતો મુજબ બસમા 40 જેટલા મુસાફરો સવાર હતા.અકસ્માતની આ ઘટનાથી હાઈવે પર લાશોના ઢગલા વચ્ચે રસ્તાઓ જાણે મરણચિચિયારીઓથી ગુંજી ઉઠ્યા હતા. હાલ ઘાયલોની સઘન સારવાર ચાલી રહી છે.