My samachar.in:સુરેન્દ્રનગર
આજે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, સુરેન્દ્રનગર જીલ્લાના લખતરના ઓળક પાસે કાર અને ટ્રક વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં એક જ પરિવારના 3 લોકોના મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. અમદાવાદનો પરિવાર હવનમાં આવી રહ્યો હતો, ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે, અકસ્માતમાં અન્ય બે વ્યક્તિને ગંભીર ઇજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર સી.યુ. શાહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ અંગેની જે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે તે મુજબ સાઇડ કાપવા જતાં કાર સામેથી આવતા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અમદાવાદનો પરિવાર વઢવાણ તાલુકાના દેદાદરા ગામે હવનમાં આવી રહ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે વ્યક્તિઓને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ લઇ જવાયા છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.