Mysamachar.in:જામનગર
જામનગર નજીકના દરેડમાં એક કરૂણ બનાવ નોંધાયો છે, બોલેરો વાહનના વ્હીલ નીચે એક માસૂમનું માથું છૂંદાઈ જતાં આ બાળકનું મોત નીપજયાની વિગતો પોલીસમાં જાહેર થઈ છે. આ બનાવ રવિવારે સાંજે બન્યાની નોંધ છે. જામનગરના પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાલે રવિવારે રાત્રે 11 વાગ્યા આસપાસ આ બનાવની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં બોલેરો વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
મધ્યપ્રદેશના વતની અને મજૂરીકામ કરતાં તથા હાલ દરેડમાં વસવાટ કરતાં રાકેશ કાલીયાભાઈ આદિવાસીએ પોલીસમાં જાહેર કર્યું છે કે, રવિવારે સાંજે 05-30 આસપાસ દરેડ રેસિડેન્શિ વિસ્તાર પ્લોટ નં. H-793 નજીકના રસ્તે બોલેરો વાહન નં. GJ-10-X-7634ની નીચે 9 માસના એક બાળકનું મોત થયું છે. બોલેરોચાલકએ બેદરકારીથી પોતાનું બંધ વાહન ચાલુ કરતાં ખુશાલ નામના આ બાળકના માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ ગંભીર ઈજાઓ બાદ બાળકને 108 મારફતે તાકીદની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું પરંતુ બાળકને બચાવી શકાયું નથી. પોલીસે બોલેરોચાલક વિરુદ્ધ બાળકનું મોત નીપજાવવાનો ગુનો દાખલ કર્યો છે.(symbolic image)