Mysamachar.in-અમદાવાદ:
જે ઘરમાં નાના બાળકો હોય ત્યાં કોઈ એક વડીલે અવશ્ય તેની ધ્યાન રાખવી જોઈએ અન્યથા કોઈ વખત વધુ પડતી મુસીબતનો સામનો કરવાનો વારો આવી શકે છે, આવો જ એક કિસ્સો અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો પાસે અઆવતા ભારે જહેમત બાદ ફરી એકવાર સફળ સર્જરી કરી છે.આ કિસ્સામાં એક 2 વર્ષની બાળકી રમકડા સાથે રમતી વખતે LED બલ્બ ગળી ગઇ, જે શ્વાસનળી સુધી પહોંચી હતી. LED બલ્બના ઇલેક્ટ્રોડ્સના બંને છેડામાંથી એક છેડો જમણી બાજુના ફેફસામાં જ્યારે અન્ય છેડો શ્વાસનળીમાં ફસાઇ ગયો હતો. ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ ભારે જહેમત ઉપાડીને સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમે સર્જરી હાથ ધરીને બલ્બ સફળતાપૂર્વક દૂર કર્યો છે.
2 વર્ષની જ્યોતિ જ્યારે રમકડાથી રમી રહી હતી ત્યારે રમત રમતમાં રમકડામાં લગાવેલ એલ.ઇ.ડી. બલ્બ ગળી ગઇ હતી. તેની માતા રાજકુમારીબેનને આ બાબતની જાણ થતા તેઓ સત્વરે સધન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. હોસ્પિટલમાં એક્સ-રે અને સી.ટી. સ્કેન કરાવવામાં આવ્યા જેમાં આ એલ.ઇ.ડી. બલ્બ શ્વાસનળીમાં ફસાઇ ગયેલ હોવાનું ભારે જહેમત બાદ નિદાન થયું હતું.