Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જામખંભાળીયાની સતાધારી ભાજપની પાંખમાં ત્રણ જુથ છે, અને સૌ તરભાણા ભરવામા જ વ્યસ્ત હોય પ્રજા કીય પ્રશ્નો ટલ્લે ચડ્યા જ રહે છે તેમ નગરજનો કચવાટ સાથે જણાવે છે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના નગરપાલિકામાં ભાજપનું બહુમતીથી શાસન છે, કુલ 28 સભ્યોમાં થી 21 સભ્યો ભાજપના ચુંટાઇ આવ્યા છે, ચૂંટાયેલા સભ્યોમાં અને પદાધિકારીઓમાં મતમતાંતર અને અંદરો-અંદરની ખેંચતાણને કારણે શહેરના વિકાસના કાર્યો ખોરંભે ચડયા છે. તે વાસ્તવિકતા આખું ખંભાલીયા જાણે છે. ખંભાળિયા નગરપાલિકામાં પ્રથમ ટર્મથી જ ભાજપના ચૂંટાયેલા સભ્યોમાં મતભેદને કારણે અને અંદરો-અંદરની ખેંચતાણને કારણે શહેરના વિકાસકાર્યો ઠપ્પ જોવા મળી રહ્યા છે.
નગરપાલિકાને આ વર્ષ 2019/20 માટે રાજ્ય સરકારમાં થી શહેરના વિકાસ માટે અને જરૂરી ઉપયોગી કાર્યો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 22500000, 14મુ નાણાપંચમાંથી 17529000 અને આગવી ઓળખના કામો માટે 30000000 કરોડ જેટલા કુલ ટોટલ સાત કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટો ચાલુ વર્ષમાં ફાળવવામાં આવી છે, પરંતુ નગરપાલિકાના ચૂંટાયેલા ભાજપના સભ્યોમાં અંદરો અંદરની ખેંચતાણને કારણે જનરલ બોર્ડ બોલાવામાં તેમજ સંગઠનના અભાવને કારણે કરોડોની ગ્રાન્ટ પડતર પડી રહી છે.
ત્યારે ખંભાળિયાની જનતાએ ખોબલે ખોબલે મત આપીને નગરપાલિકાને ભાજપની બહુમતિ આપે છે, ત્યારે ચૂંટણી સમયે મોટા મોટા વાયદા કરી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અંદરો અંદરની ખેંચતાણ અને મત મતાંતરને ભૂલીને શહેરના વિકાસ કાર્યો માટે સુચારુ આયોજન કરી અને સરકારમાંથી મળતી ગ્રાંટની યોગ્ય વપરાશ કરવાનું આયોજન કરવું જોઇએ, શહેરના વિકાસ કાર્યો કરવા જોઇએ પરંતુ ચૂંટાયેલા સભ્યોમાં સંગઠનનો અભાવને કારણે સુચારૂ આયોજન થતું જોવા નથી મળી રહ્યું, ભાજપના ચૂંટાયેલા સભ્યોમાં સ્થાનિક લેવલની ખટપટ અને ભાગ બટાઇને કારણે બે થી ત્રણ જૂથ પડી ગયા છે, ત્યારે આવેલ કરોડો રૂપિયા શહેરના વિકાસ માટેનું આયોજન અને વાપરી શકયા નથી તેમ વિરોધપક્ષનો અભિપ્રાય છે, સાથે જ જો શહેરના વિકાસમાં ગ્રાન્ટ વાપરવામાં નહિ આવે તો ગ્રાન્ટ પાછી જશે અને થયું શું તો કે કઈ નહી જેવો ઘાટ ધડાશે.