Mysamachar.in-જામનગર:
જામનગર શહેર નજીક ઢીચડા રોડ પર વસવાટ કરતા અરજદાર મહાવીરસિંહ જોરૂભા જાડેજાએ જામનગર કમાન્ડ કંટ્રોલ રૂમને જણાવ્યું કે ગતરોજ સાંજના પાચેક વાગ્યે તેઓ બહારગામ લગ્ન પ્રસંગમાં ગયેલ હતા ત્યાંથી પરત આવતા બસ સ્ટેન્ડથી ઘરે જવા માટે રીક્ષામાં બેસી ઘરે આવ્યા હતા. તે દરમ્યાન તેઓ સોનાના દાગીના આશરે કિ.રૂ.20,38,000 ના થેલો રીક્ષાની પાછલી સીટ પાછળ રાખેલ હોય જે ભુલી ગયેલ હતા. તે શોધી આપવા બાબતે અરજદારે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનો સંપર્ક કરતા પીએસઆઈ બી.બી.સિંગલના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ પરેશભાઇ ખાણધર, પ્રદિપસિંહ સોઢા, જેશાભાઇ ડાંગર, રીનાબા વાઘેલા, પારૂલબા જાડેજા, દિવ્યાબેન વાઢેર તથા એન્જીનીયર પ્રિતેશ વરણ સહિતના અધિકારી કર્મચારીઓ દ્વારા અલગ અલગ CCTV ચકાસતા સંતોષી માતા મંદિર વિસ્તારના સી.સી.ટી.વી કેમેરામાં જોતા અરજદાર જે રીક્ષામાં બેસેલ હતા તે રીક્ષા નં. GJ-36-U-6431 વાળી હોવાનું માલુમ થયું હતું
જે રીક્ષા ચાલકનો RTO ડેટા ચેક કરતા રીક્ષાનો માલીક મોરબી જિલ્લાનો રહેવાસી હોય જેને ટેલીફોનીક વાત કરતા 8 મહિના પહેલા પોતાની રીક્ષા જામનગર ખાતે વેચી દીધેલ હોય તેવુ જણાવતા રીક્ષા પર LOUK 2 લખેલ હોય તેમજ તેની CCTV મુવમેન્ટ જોતા સાંજના સાડા છ વાગ્યે આ રીક્ષા રેલ્વે સ્ટેશન બ્રીજ તરફ ગયેલ હોય તેવુ જણાતા તે વિસ્તારમાં જઇ હ્યુમન સોર્સ તથા બાતમી રાહે હકીકતના આધારે રીક્ષા ચાલકને શોધી રીક્ષા ચાલક પાસેથી થેલો મેળવી જેમના દાગીના ભરેલ થેલો હતો તેને કમાંડ એન્ડ કંટ્રોલ રૂમની ટીમ દ્વારા પરત કરવામાં આવ્યાનું જાહેર થયું છે.





