Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
લોકોના જીવને જોખમમાં મુકી ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પદાર્થો જેમાં વિસ્ફોટ થઈ શકે તેવી સામગ્રીની હેરાફેરી, સંગ્રહ કરનાર ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી દેવભૂમિ દ્વારકા એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહિલ અને પી.એસ.આઈ કે.એમ.જાડેજાની રાહબરીમાં ટીમ જામ ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કરવામાં આવી હોવાનું જાહેર થયું છે.
દ્વારકા જીલ્લા એસઓજી સ્ટાફને ખાનગી બાતમીદારોથી સંયુક્ત રીતે હકીકત મળેલ કે, શક્તિનગર, સતવારા સમાજની વાડીની સામે આવેલ ગલીમાં “શ્રીજી નિવાસ” નામના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે એલ પી.જી ના સરકારની સબસીડીવાળા એલ પી.જી ગેસના ભરેલ બાટલામાંથી કોમર્શીયલ ગેસના ખાલી બાટલા તથા નાના 5 કિલોના બાટલાઓમાં રીફીલીંગ કરી તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે તેવી હકીકત મળતા એ એસ આઈ હરદેવસિંહ જાડેજાએ કારાભાઈ એમ નંદાણીયા, લખેલ બોર્ડ વાળા એક રહેણાંક મકાન નજીક ઇસમ જાહેરમાં ગેસના ભરેલ બાટલામાંથી ઈલેક્ટ્રીક મોટર સાથે જોડેલ કમ્પ્રેસરમાં રબરની પાઈપ લગાવી તેમજ તે કમ્પ્રેસરમાં એક બીજી રબરની પાઈપ લગાવી અને તે બંન્ને પાઈપના એક છેડે રેગ્યુલેટર તથા બીજી પાઈપમાં લોખંડની નોઝલ ફીટ કરી ઘર વપરાશ માટેના ગેસના ભરેલ બાટલામાંથી કોમર્શીયલ ખાલી નાના-મોટા બાટલામાં ગેસ ભરવાનું કામ કરતો હોય અને તેની બાજુમાં ઈન્ડેન, એચ.પી., ભારત ગેસ, રિલાયન્સ વિગેરે કંપનીના લાલ અને જાંબલી કલરના ખાલી તથા ભરેલ બાટલા પડેલ જોવામાં આવેલ હતા
જેથી આ જગ્યાએ આ ઈસમ પાસેથી ગેસ ટ્રાન્સફર તથા રીફીલીંગ કરવા તેમજ કોઈ સેફ્ટીના સાધનો વગર ભરેલ ગેસના બાટલા રાખવા બાબતે કોઈ પાસ પરમીટ કે આધાર માંગતા નહી હોવાનું જણાવેલ અલગ અલગ કંપનીઓના ગેસના બાટલાઓ તથા અન્ય સાધન-સામગ્રી કબ્જે કરવામાં આવેલ પુરવઠા અધિકારી તરફથી આપવામાં આવતુ લાયસન્સ, બાટલો રિફીલીંગ કરવા બાબતે લાયસન્સ કે ગેસના બાટલામાંથી કોમર્શીયલ બાટલાઓમાં રીફલીંગ કરવાના સક્ષમ અધિકારીના પાસ પરવાના વગર જાહેરમાં આગ અથવા સળગી ઉઠે તે રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ગેસનુ રીફીલીંગ કરી વેચાણ કરવા માટેનુ ગેરકાયદેસર ક્રુત્ય કરી જાહેર જીવન જોખમમાં મુકવા અંગેનો ગંભીર ગુન્હો કરતો હોય જેથી ઈસમના કબ્જામાંથી 58000ની કિમતનો મુદ્દામાલ કબ્જે લઈ ભારતીય ન્યાય સહિતા – ૨૦૨૩ની કલમ ૨૮૭ તથા વિસ્ફોટક અધિનિયમ-૧૮૮૪ની કલમ ૯(બી)(૧)(બી), આવશ્યક ચીજ વસ્તુ ધારા-૧૯૫૫ની કલમ ૭(૧)(a)(II) મુજબ જામ ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાવી વધુ તપાસ હાથ ધરાઈ છે.


