Mysamachar.in-રાજકોટ:
જૂનાગઢમાં યોજાનારા પરિક્રમા મેળા–2025 દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ–મોરબી અને રાજકોટ–જૂનાગઢ વચ્ચે “મેળા સ્પેશિયલ” અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
 
1) રાજકોટ–મોરબી–રાજકોટ સ્પેશિયલ ટ્રેન (44–44 ફેરા)
ટ્રેન સં. 09522 રાજકોટ–મોરબી સ્પેશિયલ ટ્રેન રાજકોટ સ્ટેશનથી સવારે 10.30 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે બપોરે 12.20 વાગ્યે મોરબી પહોંચશે.
ટ્રેન સં. 09521 મોરબી–રાજકોટ સ્પેશિયલ ટ્રેન મોરબીથી બપોરે 13.45 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સાંજે 16.25 વાગ્યે રાજકોટ પહોંચશે.બંને દિશામાં આ ટ્રેનો બિલેશ્વર, ખોરાણા, કણકોટ, સિંધાવદર, અમરસર અને મકનસર સ્ટેશનો પર રોકાશે. આ સ્પેશિયલ ટ્રેનો તેમના નિર્ધારિત સમય મુજબ 01 નવેમ્બર 2025 થી 31 ડિસેમ્બર 2025 સુધી, મંગળવાર અને શુક્રવારને બાદ કરતાં દરરોજ ચાલશે.
 
2) રાજકોટ–જૂનાગઢ–રાજકોટ વિશેષ ટ્રેન (8–8 ફેરા)
ટ્રેન સં. 09221 રાજકોટ–જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન રાજકોટ સ્ટેશનથી મધ્યરાત્રિએ 00.05 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 02.40 વાગ્યે જૂનાગઢ પહોંચશે.
 
ટ્રેન સં. 09222 જૂનાગઢ–રાજકોટ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી વહેલી સવારે 03.35 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 07.05 વાગ્યે રાજકોટ પહોંચશે. બંને દિશામાં આ ટ્રેનો ભક્તિનગર, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર રોકાશે. આ સ્પેશિયલ ટ્રેનો તેમના નિર્ધારિત સમય મુજબ 01 નવેમ્બર 2025 થી 10 નવેમ્બર 2025 સુધી, 04 નવેમ્બર 2025 અને 07 નવેમ્બર 2025 ને બાદ કરતાં દરરોજ ચાલશે. નોંધનીય છે કે આ તમામ ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ શ્રેણીની ટ્રેનો હશે. મુસાફરો આ ટ્રેનોના સ્ટોપેજ, સમય-સારણી અને સંરચનાની વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પર જોઈ શકે છે.
 
								
								
																
															 
			 
                                 
					
 
                                 
                                



 
							 
                