Mysamachar.in-જામનગર:
જામનગરમાં આજે જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓની ઉપસ્થિતિમાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહી જિલ્લા પંચાયત ખાતે, કમોસમી વરસાદનો માર વેઠી રહેલાં ખેડૂતોના મુદ્દે આવેદન આપ્યું. પૂર્વ સાંસદ વિક્રમ માડમ, જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ મનોજ કથીરીયા તથા પૂર્વ અધ્યક્ષ જિવણ કુંભરવાડીયા વગેરેની આગેવાનીમાં આપવામાં આવેલાં આવેદનમાં જણાવાયું છે કે, હાલના કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું હોય, ખેડૂતોની આ હાલતને માનવીય દ્રષ્ટિકોણથી નિહાળી સત્તાવાળાઓએ તાકીદે રાહત પેકેજ જાહેર કરવું જોઈએ, ખેડૂતોની કૃષિ લોન તથા સહકારી બેંકબોજ માફ કરવા જોઈએ, પશુઓ માટે ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થાઓ કરવી જોઈએ અને સહાય સર્વેક્ષણ વિસ્તારવાઈઝ કરી તાકીદે સહાયની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવી જોઈએ. આ આવેદન સરકારને સંબોધીને લખવામાં આવ્યું છે.


