Mysamachar.in-જામનગર:
જામનગર શહેર વિસ્તારમાં કેટલાક બાઈકચાલકો ચોક્કસ પ્રકારના બાઈકોને ઓવરસ્પીડીંગથી ચલાવતા હોવાની માહિતી પરથી જામનગર ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ગજ્જરના માર્ગદર્શનમાં પીએસઆઈ એ.એચ.ચોવટ તથા અને બી.જે.તીરકર દ્વારા સ્ટાફ સાથે રાત્રી દરમ્યાન ફાયર સાઇલેન્સર રાખી ઓવર સ્પીડીંગ કરી ધુમ સ્ટાઇલથી બાઇક ચલાવી જાહેર માર્ગો ઉપર ઉપદ્રવ કરી સામાન્ય જનતામાં અકસ્માતનો ભય ફેલાવતા વાહન ચાલકો વીરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાહેર કર્યું છે,
શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વાહન ચેકિંગ તથા પેટ્રોલીંગ ફરી ધુમ સ્ટાઇલથી બાઇક ચલાવતા તેમજ ફાયર સાઇર્લેન્સર રાખી ઓવર સ્પીડીંગ કરી જાહેર માર્ગો ઉપર ઉપદ્રવ કરી સામાન્ય જનતામાં અકસ્માતનો ભય ફેલાવતા સ્પોર્ટ બાઇક તથા બુલેટ મળી 25 થી વધુ વાહન ચાલકોના વાહનો ડીટેન કરવામાં આવેલ છે.જો કે શહેરના સુજ્ઞ નગરજનો કહે છે કે શહેરમાં આવા બાઈકર્સ ઉપરાંત બેફામ દોડતા છકડા રીક્ષાઓ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરી કાયદાનો દંડો ઉગામવાની જરૂર હોય તેમ બેફામ દોડતા છકડો રીક્ષાની ચાલ પરથી લાગી રહ્યું છે.