Mysamachar.in-જામનગર:
જામનગર ખાતે વસવાટ કરતા અને બ્રાસપાર્ટના ધંધા સાથે સંકળાયેલા લાલજીભાઈ મારકણા ધ્વારા તેમના ધંધાના કામ અર્થે ધર્મેશ રાણપરીયા પાસેથી રૂપીયા લીધેલા, તે રૂપિયા ઉપર તેમને 10 થી 12 ટકા વ્યાજ વસુલ કરેલ, ત્યારબાદ લાલજીભાઈની આર્થીક સ્થિતી કથડી જતાં તેઓ વ્યાજ ન ચુકવી શકતા આ ધર્મેશ રાણપરીયાએ તેમને પોતાના ગોડાઉન ઉપર 20 દિવસ સુધી ગોંધી રાખેલ અને તેમને મારી નાખવાની ધમકી આપી અને તેમના પાસેથી મશીનરી પણ ઝુંટવી લીધેલ.
ઉપરાંત જેઠાભાઈ હાથલીયા પાસેથી પણ લાલજીભાઈએ વ્યાજે રકમ લીધેલ હતી અને તેઓ તેમને અવાર નવાર ટેલીફોની ધમકીઓ આપતા અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા રહેતા હતા અને માનસીક ટોર્ચર સતત કરતા રહેતા હતા.તે ઉપરાંત ઉપેન્દ્રભાઈ ચાંદ્રા પાસેથી પણ લાલજીભાઈએ વ્યાજે રકમ લીધેલ હતી, તેનું વ્યાજ ન ભરી શક્તા લાલજીભાઈની એકસયુવી કાર જુટવી લીધેલ.અને કીરીટભાઈ ગંઢા અને હરીશભાઈ ગંઢા પાસેથી પણ લાલજીભાઈએ વ્યાજે રકમ લીધેલી હતી તેનું પણ વ્યાજ ન ભરી શકતા આ બંન્નેએ તેમના સગા ઉપર ખોટા ચેક રીટર્નના કેશ કરી અને લાલજીભાઈ ઉપર દબાણ લાવેલ હોય અને તેઓએ પણ લાલજીભાઈને સતત દબાણમાં રાખેલ અને ધાકધમકીઓ આપતા હતા.આ તમામ આરોપીઓ પાસેથી જે રકમ લીધેલી હતી તે મુદ્દલ સહીત ચુકવી આપેલ હોય અને વ્યાજની રકમ મળીને કુલ 40 લાખ જેટલી રકમ ચુકવી આપેલ.
આમ, આ તમામ આરોપીઓના સતત્ત ત્રાસ લાલજીભાઈની સ્થિતી કથડી ગયેલ અને તેઓ ભુખમરાની સ્થિતીમાં આવી ગયેલ, તેમના ધંધાના પણ તમામ રસ્તાઓ બંધ કરી દીધેલ હોય અને તેમના સગાવ્હાલાઓ ઉપર પણ કેશો કરેલ હોય જેથી તેઓ તમામ જગ્યાએથી આ રીતે ફસાવી દીધેલ હોય, જેથી તેમને તા.25/09/2025 ના રોજ ઝેરી દવા પી લીધેલ અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવેલ અને તેમના પત્ની દ્વારા ફરીયાદ જાહેર કરવામાં આવી હતી જે ફરીયાદમાં તમામ આરોપીઓની અટક કરવામાં આવેલ અને તમામ આરોપીઓએ જામીન મુક્ત થવા અરજી દાખલ કરેલ જેમાં તમામ આરોપીઓ તરફે રજુઆતો થયેલ કે, ખોટો કેશ કરવામાં આવેલ છે અને જે વ્યવહાર થયેલ છે, તેના લખાણો થયેલ છે અને તે નામ અદાલતમાં રજુ કરવામાં આવેલ અને કોઈ વ્યાજની લેવડ દેવડ થયેલ નથી, તેવી દલીલો કરવામાં આવેલ,
જેની સામે ફરીયાદી તરફે દલીલો કરવામાં આવેલ કે, આરોપી ધર્મેશ રાણપરીયા ધ્વારા આરોપી પાસેથી પહેલા જેટલી રકમ હતી તે તમામ રકમ પડાવી લીધેલ મુદ્દલ લઈ લીધેલ વ્યાજ પણ લઈ લીધેલ, અને તેટલાથી અટકેલ નથી તેમને ભોગબનનારના ધંધાના આધાર તેમને બળજબરીથી ગોંધી રાખી અને મૃત્યુના ભયમાં રાખી અને તેમની તમામ મશીનરીઓ પણ જુટવી લીધેલ હોય, અને આ તમામ આરોપીઓએ વ્યાજ ચુકવવા એકબીજા પાસેથી પૈસા લીધેલએ અને આ તમામે એક યા બિજા રીતે આરોપીને ફસાવી અને તેમની આર્થીક સ્થિતી નબળી થઈ જતાં તેમની મિલ્કતો પણ પચાવી પાડેલ હોય અને તેમના સગાઓના ચેકો પણ લઈ લઈ અને તેમના ઉપર પણ ખોટા કેશો કરેલ છે, અને અમુક આરોપીઓ ઉપર આ અગાઉ આ જ પ્રકારના કેશો નોંધાયેલ છે,
ભોગબનનારે દવા પીતા પહેલા સ્યુસાઈટ નોટ પણ લખેલ છે, તેમાં પણ તેમના ઉપર જે જુલમ થયેલ છે, તેની આપવીતી લખેલ છે, મરતો માણસ ખોટું ન બોલતો હોય, તેવું માનવું જોઈએ તે બાબતની દલીલો કરવામાં આવેલ, અદાલતે તમામ દલીલો અને રેકર્ડ ધ્યાને લઈ અને મુળ ફરીયાદી તરફે થયેલ દલીલો ધ્યાને લઈ અને તમામ આરોપીઓની જામીન અરજી રદ કરવાનો હુકમ કરેલ, આ કેશમાં મુળ ફરીયાદી લાલજીભાઈ મારકણા અને તેમના પત્ની સુધાબેન તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર.ગોહીલ, નિતેષ મુછડીયા, ત્થા કરણ પટેલ રોકાયેલા છે.