Mysamachar.in-જામનગર:
તાજેતરમાં જોડિયા તાલુકાના 2 અલગઅલગ ગામોમાં લૂંટ થયાની 2 પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. આ લૂંટના 3 આરોપીઓને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધાં હોવાની જાહેરાત આજે પત્રકાર પરિષદમાં થઈ છે.
આજે ગ્રામ્ય DySP રાજેન્દ્ર દેવધાએ પત્રકાર પરિષદમાં વિગતો આપી કે, જોડિયા તાલુકાના બોડકા અને જિરાગઢ ગામમાં લૂંટની જે 2 ઘટનાઓ બની હતી તેમાં 1 મહિલા અને 2 પુરૂષ મળી કુલ 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને આ મામલામાં અન્ય એક સગીર આરોપીની હજુ શોધખોળ ચાલી રહી છે.
આ આરોપીઓ પાસેથી સોનાની બુટી નંગ 4 અને મોબાઈલ તથા રોકડ મળી કુલ રૂ. 76,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આરોપીઓના નામ સિકંદર મુરાદ હબીબ સોઢા (કારો), અલ્પેશ દાના સવા કાનાણી અને હુશેના ઉર્ફે આશા ઉર્ફે હસીના અશોક દાના કટારિયા છે. હસીના સિકંદરની બહેન છે.