Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના ધ્રોલ-જામનગર હાઈવે પર અકસ્માતની એક ઘટના સામે આવી છે જેમાં ખાનગી બસ અને ડમ્પર અથડાઈ જતા 10 લોકોને નાની મોટી ઈજાઓ થતા સ્થાનિક હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ધ્રોલ જામનગર હાઈવે પર વાકિયા નજીક જલારામબાપાની જગ્યા પાસે આજે એક અકસ્માત સર્જાયો હતો. ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતા અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માતમાં ટ્રાવેલ્સ બસમાં સવાર દસ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતા તાત્કાલિક ધ્રોલ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે દોડી પહોચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.