Mysamachar.in-જામનગર:
જામનગરમાં ઈદ-એ-મિલાદના ઝુલૂસમાં અલગ અલગ પ્રકારના ઝંડા ફરકાવી કોઈ ઓડિયો-વિડીયો વાયરલ કરવાના બનાવ સંબંધે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં તમામ સાતેય આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે.
આ ઝુલૂસ દરમ્યાન દરબારગઢ સર્કલ નજીક બર્ધનચોક વિસ્તારમાં આ બનાવ બન્યો હતો એમ જાહેર થયું છે. કેટલાંક લોકોએ કંઈક અલગ જ રંગના ઝંડા ફરકાવ્યા હતાં અને ‘સર તન સે….’ એ મતલબનો કોઈ ઓડિયો વિડિયો વાયરલ થયો હતો એવી વાત બહાર આવ્યા બાદ પીએસઆઇ ગામેતીએ જાતે ફરિયાદી બની સાત શખ્સો વિરુદ્ધ સુલેહ શાંતિ ભંગના કૃત્ય બદલ ફરિયાદ દાખલ કરાવી હતી.
આ મામલામાં બાદમાં પોલીસે વીડિયો વગેરેની ખરાઈ કરી, જેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી એ સાતેય શખ્સોની અટકાયત કરી છે. અટકાયતની આ વાતને તપાસનીશ અધિકારી પોલીસ ઈન્સ્પેક્ટર નિકુંજ ચાવડાએ સમર્થન આપ્યું છે. અટકાયત કરવામાં આવી છે એ શખ્સોના નામ મોહસીનખાન સલીમખાન પઠાણ, બિલાલ હાસમભાઈ નોયડા, ઈમરાન સીદીકભાઈ કુરેશી, યુનુસ હારુનભાઈ કુરેશી, સાહિલ નોયડા, અલ્તાફ શેખ, અને સાહિલ બાઉદીનભાઈ બેલીમ છે. આ મામલામાં જો કે વિવાદી માનવામાં આવતાં ઝંડા કબજે લેવામાં આવ્યા ન હોવાનું પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા જણાવાયું છે.