Mysamachar.in-જામનગર:
જામનગર ક્રાઈમ બ્રાંચે ફલ્લા ખાતે જૂગારનું એક મોટું ફીલ્ડ શોધી કાઢી આ પંથકના આઠ જૂગારીઓને નોંધપાત્ર રોકડ રકમ સાથે ઝડપી લીધાં છે. જૂગારીઓમાં ફલ્લા ઉપરાંત ધ્રોલ અને જોડીયાના શખ્સોનો સમાવેશ થાય છે. લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ફલ્લા ખાતે મિતેશ ગણેશભાઈ ધમસાણીયાના રહેણાંક મકાનમાં ચાલતાં જૂગારના ફીલ્ડ પર દરોડો પાડ્યો છે. આ દરોડામાં રૂ. 11.03 લાખની રોકડ અને 8 મોબાઈલ તથા એક મોટરસાયકલ ઝડપાયું છે, જેની કુલ કિંમત આશરે રૂ. 12.38 લાખ આંકવામાં આવી છે.
જૂગારના આ ફીલ્ડમાંથી મિતેશ ગણેશભાઈ ધમસાણીયા ઉપરાંત સ્મિત કાનજીભાઈ દલસાણીયા, વસંત હરખાભાઈ નાગપરા, બિપીન વિરજીભાઈ અઘેરા, વિનોદ રવજીભાઈ કાનાણી, નિલેશ ભવાનભાઈ ભીમાણી, જયસુખ નારણભાઈ ધમસાણીયા અને અરવિંદ મોહનભાઈ ભીમાણીને ઝડપી લેવામાં આવ્યા છે. આ દરોડા બાદ ફલ્લા સહિતના આસપાસના પંથકમાં ચકચાર મચી છે.