ગઈકાલે મંગળવારે મેઘરાજા દ્વારકા જિલ્લામાં ખાસ કરીને કલ્યાણપુર અને દ્વારકામાં મન મૂકી વરસ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર, આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમ્યાન જિલ્લામાં સૌથી વધુ વરસાદ કલ્યાણપુરમાં અગિયાર ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત યાત્રાધામ દ્વારકામાં બે અઢી કલાકમાં 6 ઈંચ વરસાદ વરસી જતાં શહેરના કેટલાંક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં નાગરિકો તથા ધંધાર્થીઓને નુકસાન સહન કરવું પડ્યું છે. આ ઉપરાંત જિલ્લાના ભાણવડમાં એક ઈંચ અને ખંભાળિયામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ વર્ષે પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ દે ધનાધન કરેલું. અને વ્યાપક નુકસાન પણ થયેલું.