જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કે જેઓ હાલ અમેરિકાના બોસ્ટન શહેરની મુલાકાતે છે, અને ત્યાં યોજાયેલી નેશનલ કોન્ફરન્સ ઓફ લેજીસલેટર માં ઉપસ્થિત રહી ભારત વર્ષ અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
જે સમગ્ર ભારત વર્ષ અને ગુજરાત તેમજ જામનગરવાસીઓ માટે અત્યંત ગૌરવ ની ક્ષણો છે.
અમેરિકાના બોસ્ટન શહેરમાં યોજાયેલી નેશનલ કોન્ફરન્સ ઓફ લેજીસલેટરમાં દિવ્યેશભાઈ ને ગુજરાત વતી પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે, અને વિશ્વભરના વિધાનસભ્યો સાથે લોકશાહી, સારા શાસન અને વૈશ્વિક સહયોગ પર ચર્ચા કરવાનો અવસર મળ્યો છે.
દિવ્યેશભાઈ અકબરી એ પણ પોતાના માટે આ ગર્વની બાબત ગણાવી છે. પોતાને વિશ્વભરના વિધાન સભ્ય સાથે વિચાર વિમર્શ કરવા અને વિધાનસભાની કાર્યક્ષમતા પર ચર્ચા કરવા માટેનો એક અનમોલ અનુભવ રહ્યો છે, તેવું પણ તેમણે જણાવ્યું છે.
સાથો સાથ ગુજરાતના લોકોએ મને જે વિશ્વાસ આપ્યો છે, તે વિશ્વ મંચે પ્રતિબિંબિત કરતા રહેવાનો પણ મારો સતત પ્રયત્ન રહેશે, તેવું પણ દિવ્યેશભાઈ અકબરીએ અમેરિકાના બોસ્ટન શહેર માંથી જાહેર કર્યું છે.