Mysamachar.in-જામનગર:
પરમ પવિત્ર શ્રાવણ માસ એટલે ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને મોક્ષની પ્રાપ્તિનો પરમ અવસર.પરમ કૃપાળુ દેવાધીદેવ મહાદેવની ભક્તિનો અલૌકિક અવસર. આવા દિવ્ય પવિત્ર શ્રાવણ પર્વમાં સમગ્ર વિશ્વ જ્યારે શિવમય બન્યું છે, ત્યારે જામનગર સ્થિત પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના નિવાસસ્થાને પ્રતિષ્ઠિત શ્રી ઓમકારેશ્વર મહાદેવના મંદિર મધ્યે, તારીખ 26/07/2025, શનિવારના મંગલદિને, પંચમ પ્રતિષ્ઠા મહોત્સવ અર્થાત પાંચમા પાટોત્સવ નિમિત્તે વિશ્વવિખ્યાત ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝા (પૂ. ભાઈશ્રી) હકુભા ના આંગણે આ શિવભક્તિ ઉત્સવ માં પધાર્યા હતા.
પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના નિવાસ્થાને સમસ્ત પરિવાર દ્વારા પૂજ્ય ભાઈશ્રીનું ભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂજ્ય ભાઈશ્રીએ શ્રી ઓમકારેશ્વર મહાદેવનો પૂજા અભિષેક કર્યો હતો. પૂજ્ય ભાઈશ્રીએ સમસ્ત પરિવારને શુભેચ્છા સહ શુભઆશિષ પાઠવ્યા હતા અને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ દિવ્ય અવસરે, પૂજ્યભાઈશ્રીની પાવન, જ્ઞાન એવમ ભક્તિમય સન્નીધીમા ઉપસ્થિત ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) નો સમસ્ત પરિવાર,સ્નેહી- મિત્રો,સર્વે ભૂદેવોએ વિશાળ સંખ્યામાં આ પંચમ પાટોત્સવના શુભ મંગલ અવસરે ધન્યતા અનુભવી હતી.