Mysamachar.in-ગાંધીનગર:
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વહીવટી સેવાઓ એટલે કે GAS કેડરમાં જૂનિયર સ્કેલ ધરાવતાં વર્ગ-1 ના કુલ 59 અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે, જેમાં જામનગર અને દ્વારકાના કુલ 5 અધિકારીઓનો સમાવેશ થાય છે. આ બદલીઓ અંતર્ગત પોરબંદરથી કુ. વી.આર.માકડીયાને જામનગર જિલ્લા પંચાયતમાં નાયબ ડીડીઓ તરીકે, જામનગરના નાયબ DEO એ.પી.ગોહિલને નાયબ કલેક્ટર તરીકે સુરત, જામનગર શહેર SDM પ્રશાંત પરમારને નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે દાહોદ, વલસાડથી એ.જે.રાજપૂતને નાયબ DEO તરીકે દ્વારકા તથા જામનગરના નાયબ DDO દીપા કોટકને નાયબ DEO તરીકે જામનગરમાં મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત 2023ની બેચમાં IAS તરીકે પ્રોબેશનમાં જોડાયા હતાં તે પૈકી 8 અધિકારીઓને આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિમણૂંક આપવામાં આવી છે, તે પૈકી અદિતિ વાર્શ્નેયને જામનગર શહેર SDM તરીકે પ્રશાંત પરમારની બદલીથી ખાલી પડેલી જગ્યા પર નિમણૂંક આપવામાં આવી છે.