Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં બોર્ડની પરિક્ષાઓમાં ઉચ્ચ ગુણ સાથે ઉર્તિણ થનાર વિધાર્થીઓના સન્માન માટે સતત પંદરમાં વર્ષ ગરિમામય સમારોહનું આયોજન એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદા૨ લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ઉપસ્થિત રાજયના કેબીનેટ કક્ષાના કૃષી મંત્રી રાધવજી પટેલે કહયું હતું કે શૈક્ષણીક ક્ષેત્રે ઉજજવળ કારકિર્દી હાંસલ કરવાની સાથે આદર્શ નાગરિક તરીકે રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવાની નેમ ધારણ કરીને તમે સૌ દેશના ભવિષ્યને પણ વિકાસની ગતિ આપવામાં સહયોગી બનો તેવો અનુરોધ કરુ છું.
જામનગર પંથકમાં અનેકવિધ સેવાકિય પ્રવૃતિઓમાં કાર્યરત હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદા૨ લાલ (કેદા૨ જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે ગુરૂપૂર્ણિમાના પાવન પર્વના દિવસે વર્ષ ૨૦૨૪-૨૫ ના જામનગરના ધો.૧૦ અને ધો.૧૨ (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ) તેમજ સીબીએસઈના ધો. ૧૦-૧૨ ના ૭૫ પી.આર.થી વધુ ગુણાંકો પ્રાપ્ત કરનારા તેજસ્વી તા૨લાઓનો સરસ્વતી સન્માન સમારોહ ઓશવાળ સેન્ટ૨ના બેન્કવેટ હોલમાં યોજાયો હતો. આ સાથે ધો. ૧૦ અને ધો. ૧૨ પછી શું ? વિધાર્થીઓને ઉજજવળ કારકિર્દી માટે અને ખાસ કરીને જીપીએસસી તથા યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો.
શહેરના ઓશવાળ સેન્ટરમાં વિધાર્થીઓ, વાલીઓ અને આમંત્રીતોથી ખીચોખીચ ભરાયેલ બેન્કવેટ હોલમાં મોટીવેશન સ્પીકર પ્રિયંકભાઈ લાહોટી તેમજ સમગ્ર ગુજરાતમાં જીપીએસસીની પરીક્ષા પ્રથમ ક્રમાંકે ઉર્ત્તિણ કરી જામનગરમાં ડેપ્યુટી કલેકટર તરીકે નિયુકત થયેલા આદર્શ બસર આ સ્પર્ધાત્મક પરીક્ષા કઠીન હોય છે તેવો હાઉ દૂર કરી ધીરજ, પડકારો વચ્ચે કામ કરવું અને પરીક્ષા માટે સમર્પિત થઈ જવા સાથે સખત પરીશ્રમ કરવાથી ચોકકસપણે સિધ્ધી મળે જ છે અને પરીક્ષામાં ઉર્તિણ થઈને સમાજ અને રાજયની સેવામાં જવાબદારી સાથે જોડાવાનું ગૌ૨વ મળે છે.
વિધાર્થી સન્માન સમારોહમાં એચ.જે.લાલ ટ્રસ્ટ અને કેદા૨ લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ટ્રસ્ટી જીતુભાઈ લાલે સૌનું સ્વાગત કરીતેમના પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યું હતું કે લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા છેલ્લાં પંદ૨ વર્ષથી તેજસ્વી વિધાર્થીઓનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવે છે. આજના દિવસનું સવિશેષ મહત્વ એટલા માટે છે કે ગુરૂજન પાસેથી જ્ઞાન-વિદ્યા મેળવી પરીક્ષામાં ઉચ્ચીત ગુણાંકો મેળવ્યાની સિધ્ધી પ્રાપ્ત કરનાર વિધાર્થીઓનું સન્માન અર્થાત સરસ્વતી પૂજનનો સંયોગ ગુરૂપૂર્ણિમાના પાવન પર્વના દિવસે ગુરૂવારે જ થયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૌ પ્રથમ ગુરૂ તરીકે વેદ વ્યાસજીને આપણે સૌ વંદન કરીએ છીએ જેમણે ચાર વેદ અને અઢાર ઉપનિષદો આપણને વિદ્યાના સ્વરૂપમાં આપ્યા છે. આપણાં જીવનમાં ત્રણ ગુરૂનું અનોખું મહત્વ છે. માતા પ્રથમ ગુરૂ છે, પિતા દ્વિતિય અને શાળામાં શિક્ષણ આપનારા ત્રીજા ગુરૂ છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે તેજસ્વી વિધાર્થીઓને અભિનંદન સાથે ઉજજવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી જીતુભાઈ લાલે સૌ ગુરૂજનોને વંદન કર્યા હતાં. તેમણે ભાવુક થઈ તેમના પુત્ર કેદાર (માધવ) લાલને યાદ કરી જણાવ્યું હતું કે આજે તેની પૂણ્યતિથિ છે આ સાથે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ અન્ય દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. લાલ પરિવા૨ના ટ્રસ્ટો દ્વારા હાપા પાસે સ્પોટર્સ સંકુલ અને કેદાર લાલ રાઈફલ શુટીંગ એકેડમીનો લાભ લેવા યુવા વર્ગને અનુરોધ કર્યો હતો. આગામી સમયમાં કબડી જેવી રમતો પણ રાખી શકાશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.
ગુજરાતના કેબીનેટ મંત્રી રાધવજી પટેલે પૂર્વ રાજયમંત્રી સ્વ.હરિદાસ જીવણદાસ લાલ ઉર્ફે બાબુભાઈ લાલને યાદ કરી જણાવ્યું હતું કે બાબુકાકાની સેવાકિય પ્રવૃત્તિઓનો સેવાયજ્ઞ અશોકભાઈ લાલ તથા જીતુભાઈ લાલે અવિરત ચાલુ રાખ્યો છે જે પ્રસંશનીય છે. તેમણે વધુમાં વિધાર્થીઓને જણાવ્યું કે તમે ભારતનું ભાવિ છો તમે દેશના આદર્શ નાગરીક બનો અને વધુને વધુ સિધ્ધિ મેળવી તમારા પરિવારનું ગૌરવ વધારો અને રાષ્ટ્રની સેવા કરો. તેઓએ પણ સ્વચ્છતાં અને પર્યાવરણ જાળવણી માટે વૃક્ષો વાવવા તેમજ પાણી બચાવવા સૌને અપીલ કરી હતી. અભ્યાસ ક્ષેત્રે માટે વિશાળ ક્ષિતિજો છે અને સુવિધાઓ છે તેનો ભરપૂર લાભલેવા જણાવ્યું હતું.
જામનગર શહેરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં તમામ વિધાર્થીઓને શુભેચ્છા પાઠવવા સાથે પ્રધાનમંત્રીએ આપેલા સ્વચ્છતા, પાણી બચાવો, વૃક્ષ વાવો અને સ્વદેશી આપનાવાનો સંદેશને અપનાવી ૨૦૪૭માં વિકસીત ભારતના સંકલ્પને સિધ્ધ કરવા અપીલ કરી હતી.
જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ ડો.વિનુ ભંડેરીએ જણાવ્યું હતું કે તેજસ્વી વિધાર્થીઓના સિધ્ધિનું સન્માન તે ગુરૂજનોના વિદ્યા સંસ્કા૨નું પણ સન્માન છે તેમણે વિધાર્થીઓને ઉજજવળ કારકિર્દી માટે મકકમ સંકલ્પ કરવા અનુરોધ કર્યો હતો. સિધ્ધિ મેળવવા માટે હતાશ થવાની જરૂર નથી. ડો.વિનુ ભંડેરીએ વર્ષોથી લાલ પરિવાર દ્વારા ક૨વામાં આવતાં સેવાકાર્યોને બિરદાવ્યાં હતાં. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ” એક પેડ માં કે નામ ” અભિયાન અને સ્વચ્છતા માટેના અભિયાનમાં જોડાઈને વિકાસમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
આ સમારોહમાં શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારીએ ઉદબોધન કરી લાલ પરિવારની સેવાકિય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. જીતુભાઈ લાલે કેરીયર ગાઈડન્સ સાથે વિધાર્થીઓની ઉજજવળ કારકિર્દી માટે ચિંતા કરી છે તે ખુબ જ આવકારદાયક છે. વિદ્યાર્થીઓને તેમની સિધ્ધિ બદલ સન્માનવામાં આવે તે પ્રેરણારૂપ બની રહેશે અને આ સન્માનને સાર્થક કરૂં તેવી ભાવના પ્રબળ બને છે. આ તકે જીતુભાઈ લાલે ગત વરસના સમારોહમાં કરેલી જાહેરાતને યાદ કરી જણાવ્યું હતું કે જીપીએસસી કે યુપીએસસી પરીક્ષા માટે વિધાર્થીને ટ્રસ્ટ જરૂરી સહાય કરશે.
આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગુજરાત બોર્ડના (ધોરણ – ૧૦) અને ધોરણ – ૧૨ (સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહ) અને સીબીએસઈ ના તેજસ્વી વિધાર્થીઓને પ્રમાણપત્ર, મેડલ તથા સ્મૃતિભેટ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે ટ્રસ્ટ સંચાલિત કેદા૨ લાલ રાઈફલ શુટીંગ એકેડમીના પાંચ શુટરોએ રાષ્ટ્રીય સ્તરે વિજેતા થઈ જામનગ૨નું અને એકેડમીનું ગૌ૨વ વધાર્યુ છે તે શુટરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સમગ્ર સંચાલન વરિષ્ઠ પત્રકાર ગિરીભાઈ ગણાત્રા, અલ્કા નથવાણી અને અમિષ શાહે કર્યું હતું તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના કાર્યકરો પ્રફુલ્લ મહેતા, અજય કોટેચા, સન્ની ૫૨મા૨, વિરાજ કાનાબા૨, જીતુ નથવાણી, આ૨.કે.૫૨મા૨, અખ્તર મિયાવા, અકરમ સુમરાએ જહેમત ઉઠાવી હતી.