Mysamachar.in-જામનગર:
જામનગર ક્રાઈમ બ્રાંચે ધ્રોલ તાલુકાના રોજિયા ગામની સીમમાં એક વાડીના મકાનમાં ચાલતી ઘોડીપાસાની ક્લબ પર દરોડો પાડી કલબના 1 સંચાલક સહિત કુલ 8 ખેલૈયાઓને રૂ. 9.42 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધાં છે, જેમાં એક કારનો પણ સમાવેશ થાય છે. જો કે વાડીમાલિક સહિતના 4 ફરાર જાહેર થયા છે.
LCBએ આ દરોડો ગઈકાલે શુક્રવારે સાંજે પાડ્યો હતો. રોજિયાની સીમમાં સંજયસિંહ જશુભાની વાડીમાં ઘોડીપાસાની આ ક્લબ સંજયસિંહ તથા સુખદેવસિંહ મહેન્દ્રસિંહ વાઢેર દ્વારા ઓપરેટ થતી હોવાનું પોલીસે જાહેર કર્યું છે. આ દરોડા દરમ્યાન રૂ. 2,02,850ની રોકડ અને 8 મોબાઈલ તથા એક કાર મળી કુલ રૂ. 9.42 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
આ દરોડામાં પકડાયેલા આરોપીઓમાં સુખદેવસિંહ મહેન્દ્રસિંહ વાઢેર, નવાગામ ઘેડ- ભરત વજશી ડાંગર- શંકર ટેકરી- અનવરમિંયા આમદમિંયા ફકીર- શંકર ટેકરી- જાવેદ અલીમામદ બલોચ- શંકર ટેકરી- મુસ્તુફા કાસમ ખીરા- હર્ષદ મિલ ચાલી- મહેશ નરશી થાપા- નાગેશ્વર કોલોની- આસિફ યુનુસ ખફી- કાલાવડ નાકા બહાર તથા અજીજ આમદ સરવાણી- ભાનુશાળી વાડ, રહેવાસી બધાં જામનગરનો સમાવેશ થાય છે.
આ દરોડામાં વાડીમાલિક રોજિયાના સંજયસિંહ જાડેજા, નવાગામ ઘેડના હિતેન્દ્રસિંહ અભેસંગ ઝાલા, નવાગામ ઘેડના સિધ્ધરાજસિંહ જટુભા જાડેજા અને જામનગરના ગુલાબનગર વિસ્તારનો દિનેશ- એમ કુલ 4 આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે, જેને શોધવાની કામગીરીઓ ચાલુ છે.