• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, June 7, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગર શહેર-જિલ્લાને રૂ.430 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કર્યું

માત્ર શહેરીજનો નહીં પરંતુ છેવાડાના માનવી સુધી સુખાકારીઓ પહોચાડવા ગુજરાત સરકાર પ્રત્યનશીલ:મુખ્યમંત્રી

My Samachar by My Samachar
June 7, 2025
in જામનગર, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
જામનગર શહેર-જિલ્લાને રૂ.430 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કર્યું
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર શહેરના એમ.પી.શાહ ટાઉનહોલ ખાતે “શહેરી વિકાસ વર્ષ 2005” ના 20 વર્ષની પૂર્ણતાના અવસરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેર તથા ગ્રામીણ વિસ્તારોના રૂ. 430 કરોડ 50 લાખના ખર્ચે વિવિધ 30 વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમહૂર્ત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નગર એટલે નળ, ગટર, રસ્તાની વિભાવનાથી અલગ પડીને નગરોને ‘વિકાસના વાઇબ્રન્ટ કેન્દ્રો’ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, તેવી ખાતરી ઉચ્ચારતાં મુખ્યમંત્રીએ વિકાસના કોઈ પણ કામ માટે જન પ્રતિનિધિને રજૂઆત કરી શકવાની સામાન્ય નાગરિકની તત્પરતાને યોગ્ય પ્રતિસાદ આપવા રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૦૫ની શહેરી વિકાસ વર્ષ તરીકે કરાયેલી ઉજવણી બાદ 2025માં શહેરી વિકાસ વર્ષને 20 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે શહેરોના વિકાસ માટે સમગ્ર રાજ્યમાં ગાર્ડન, ઓવરબ્રિજ, ડ્રેનેજ નેટવર્ક વગેરે કામગીરીનો રોડમેપ તૈયાર કરી રાજ્યભરમાં તેનું ઝડપી અમલીકરણ કરાઇ રહ્યું છે. આ વર્ષના ગુજરાતના બજેટમાં રૂ.30 હજાર કરોડ શહેરી વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે. માત્ર શહેરીજનો નહીં પરંતુ છેવાડાના માનવી સુધી સુખાકારીઓ પહોચાડવાનો પ્રયત્ન ગુજરાત સરકાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને આપેલા વચનો પૂર્ણ કરતા લોકોનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. ભારત દેશ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવથામાં ચોથા ક્રમે પહોંચ્યું છે અને નજીકના સમયમાં ત્રીજા ક્રમ પર પહોચવા આગળ વધી રહ્યું છે, તેમ  પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી દ્વારા રૂ.34 કરોડ 74 લાખના ખર્ચે લોકાર્પણ કરાયેલા મુખ્ય કામોમાં 2 શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્રો, જામનગર મહાનગર પાલિકા ઓફિસ કેમ્પસમાં નિર્માણ પામેલ નવું જનરલ બોર્ડનું બિલ્ડીંગ, શાળાઓમાં નવા ક્લાસરૂમ તેમજ રૂ.395 કરોડ 76 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરાયેલા કામોમાં એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં ૨ હોસ્ટેલો, સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલનું અપગ્રેડેશન અને બાંધકામ, ફ્લાયઓવર, સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા સીવેજ પમ્પીંગ સ્ટેશન, ફાયર સ્ટેશન, શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાના કામોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે મેયર વિનોદભાઈ ખીમસૂર્યાએ મહાનુભવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, ધારાસભ્યો દિવ્યેશ અકબરી, મેઘજી ચાવડા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના સચિવ વિક્રાંત પાંડે, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અગ્રણી બીનાબેન કોઠારી સહિતના પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

SendShareTweetShare
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

June 7, 2025
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

June 7, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®