Mysamachar.in-જામનગર:
અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આગામી 22મી એ વડાપ્રધાન દેશભરના 103 પૂન:વિકસિત રેલ્વે સ્ટેશનોનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરનાર છે, જેમાં જામનગર જિલ્લાના પણ 2 રેલ્વે સ્ટેશનોનો સમાવેશ થાય છે.
જામનગરના હાપા રેલ્વે સ્ટેશનને રૂ. 12.79 કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત જામનગર નજીકના જામવણથલી રેલ્વે સ્ટેશનનો રૂ. 3 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવ્યો છે. આ બંને રેલ્વે સ્ટેશન પર મુસાફરો માટેની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે અને બંને સ્ટેશન આકર્ષક બનાવવામાં આવ્યા છે.

આ બંને રેલ્વે સ્ટેશન પર આકર્ષક પ્રવેશદ્વાર, હાઈમાસ્ટ લાઈટીંગ, આધુનિક પ્રતિક્ષાલય અને ટિકિટ કાઉન્ટર સહિતની સુવિધાઓ નવેસરથી વિકસિત કરવામાં આવી છે. હાપા રેલ્વે સ્ટેશન પર બંને પ્લેટફોર્મનું સપાટીકરણ કરવામાં આવ્યુ છે. આ પ્રકારના દરેક મોડેલ રેલ્વે સ્ટેશન પર લોકકલા અને સંસ્કૃતિની પણ ઝલક જોવા મળે તે પ્રકારનું નવિનીકરણ કરવામાં આવ્યું છે.
