Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના નાંદુરી ગામે 70 વર્ષીય વૃદ્ધની હત્યા નીપજાવવાનો મામલો સામે આવ્યો છે, મૃતકને આરોપી પક્ષ સમાધાન માટે એકઠા થયા હતા જ્યાં વાત બગડતા આરોપી ઇસમેં વૃદ્ધ પર ધારદાર સળિયા વડે હુમલો કરતા વૃદ્ધની હત્યા નીપજાવવા સંદર્ભે લાલપુર પોલીસ મથકે દાખલ થયેલ ફરિયાદની વિગતો મુજબ…..

લાલપુર તાલુકાના નાંદુરી, રાણાસરનીધાર સીમ ખાતે વસવાટ કરતા અને ખેતીકામ કરતા નગાભાઇ જેતાભાઇ કરંગીયાની અને આરોપી ખીમા લખમણ કરંગીયાની ખેતીની જમીન આજુબાજુમા આવેલ હોય અને ખેતીની જમીને આવવા-જવાના સંયુક્ત રસ્તે એક બાવળનુ ઝાડ વચ્ચે નડતુ હોય જે કપાવવા બાબતે આજથી બે દિવસ અગાઉ ફરિયાદી પક્ષને આરોપી સાથે ઝગડો થયેલ હોય જે બાદ મરણજનાર જેતાભાઇ ભીખાભાઇ કરંગીયા ઉ.વ.70 વાળાને તેઓની વાડીના સંયુક્ત રસ્તે સમાધાન માટે બોલાવેલ અને વાતચીત દરમિયાન ખીમા લખમણ કરંગીયાએ ઉશ્કેરાઇ જઇ ત્યા પડેલ ખેતીના નીંદણીએ લગાવેલ ધારદાર સળીયા વડે જેતાભાઇને માથાના પાછળના ભાગે ગંભીર જીવલેણ ઘા મારી દેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો છે અને લાલપુર પોલીસે ખીમા કરંગીયા વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ તજવીજ શરુ કરી છે.
