Mysamachar.in-જામનગર:
રાજ્ય સરકારે શહેરોના વિકાસ માટે રૂ. 2,204 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરીઓ આપી દીધી છે. જામનગર સહિતની રાજ્યની પાંચ મહાનગરપાલિકાઓ માટેની આ રકમમાં જામનગર મહાનગરપાલિકાને રૂ. 317 કરોડનો સમાવેશ થાય છે. આ નિર્ણયમાં જણાવાયા અનુસાર, આ 2,204 કરોડ રૂપિયા પૈકી રૂ. 1,399 કરોડ આંતરમાળખાકીય સુવિધાઓ માટે ફાળવવામાં આવશે. શહેરી સડક યોજનાઓ માટે રૂ. 597 કરોડ આપવામાં આવશે. જામનગરમાં સિમેન્ટ રોડ બનાવવાના 18 કામો માટે રૂ. 43.81 કરોડની સૈદ્ધાંતિક મંજૂરીઓ આપવામાં આવી. જામનગર મહાનગરપાલિકાને કુલ રૂ. 66.91 કરોડના કામોની અનુમતિ આપવામાં આવી છે.(ફાઈલ તસ્વીર)
