Mysamachar.in- જામનગર:
છેલ્લા પાંચેક વર્ષ દરમિયાન ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાઓમાં સૌથી ઉંચુ પરિણામ આ વર્ષે 83.08 ટકા જાહેર થયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 2021માં કોરોનાને કારણે તમામ 100 ટકા ઉમેદવારોને પાસ જાહેર કરવામાં આવ્યા હતાં. જામનગર જિલ્લામાં કુલ 14,557 ઉમેદવાર પૈકી 873 ઉમેદવારોએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 2,187 ઉમેદવારોએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 7,843 પરીક્ષાર્થીઓ પૈકી 208 વિદ્યાર્થીઓએ A1 અને 983 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
