Mysamachar.in-જામનગર:
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા એક પેટાવિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ધોળે દિવસે ચોરી થયાની ફરિયાદ એક મદ્રાસી યુવાને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે. જેમાં તેણે કહ્યું છે કે, સોનાના 24 તોલા દાગીનાની ચોરી થઈ છે. ખોડિયાર કોલોની વિસ્તારમાં રાજગોર બ્રાહ્મણ બોર્ડીંગ પાછળ ભાડાના મકાનમાં રહેતા મૂળ તામિલનાડુના મદ્રાસી મરીય મેલવીને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 30મી એપ્રિલે સવારથી બપોર સુધીમાં તેના રહેણાંક મકાનના પાછલા દરવાજાનું લાકડું તોડી તેના ઘરમાં ઘૂસેલા તસ્કરે ઘરમાં રહેલી હેન્ડબેગમાંથી સોનાના 24 તોલા ચાર ગ્રામના દાગીના તથા ડાયમંડની બુટી પેંડલની ચોરી કરી છે. ચોરીમાં ગયેલા મુદ્દામાલની કિંમત રૂ. 6,01,000 આંકવામાં આવી છે. પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કર્યો છે.ગતરોજ ઘટનાની જાણ થતા જામનગર શહેર નાયબ પોલીસ અધિક્ષક સીટી સી ડીવીઝન પોલીસ ઇન્સ્પેકટર અને એલસીબી સહિતની ટીમો સ્થળ પર પહોચી તપાસ તજવીજ હાથ ધરી હતી. (symbolic image)