Mysamachar.in-રાજકોટ:
પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અને ખાસ કરીને ઉનાળા દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે રાજકોટ અને મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેન નં. ૦૯૦૦૬/૦૯૦૦૫ રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ (૧૭-૧૭ ટ્રિપ્સ) ટ્રેન નં. ૦૯૦૦૬ રાજકોટ – મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે રાજકોટ થી સાંજે ૬.૩૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે ૭.૩૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન ૨૨ એપ્રિલથી ૨૯ મે, ૨૦૨૫ સુધી દોડશે. તેવી જ રીતે, ટ્રેન નં. ૦૯૦૦૫ મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ સ્પેશિયલ મુંબઈ ન્ટ્રલથી દર સોમવાર, બુધવાર અને શુક્રવારે ૨૩.૨૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે ૧૧.૪૫ વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 21 એપ્રિલથી 28 મે, 2025 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશનો પર ઉભી રહેશે.આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર અને એસી 3-ટાયર કોચ હશે.
ટ્રેન નંબર ૦૯૦૦૫ અને ૦૯૦૦૬ નું બુકિંગ ૧૯.૦૪.૨૦૨૫ થી તમામ પીઆરએસ પર ખુલ્લું રહેશે. કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
