Mysamachar.in-રાજકોટ:
આગામી 9 એપ્રિલ, 2025 ને બુધવાર ના રોજ JITO (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન) દ્વારા આયોજિત વર્લ્ડ નવકાર દિવસનું રાજકોટના આંગણે સૌરાષ્ટ્ર JITO ચેરમેન રાજકોટ શ્રી હેમલભાઈ શાહ આયોજનની જાણકારી આપી છે, 9 એપ્રિલ એટલે નવકાર દિવસનાં રૂપમાં પ્રસ્થાપિત થાય એવા શુભ આશયથી દુનિયાભરનાં લગભગ 108 દેશો આ કાર્યક્રમમાં ભાગ લેવાના હોય જેનો મુખ્ય ઉદ્દેશ દુનિયામાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સકારાત્મકતા તથા તમામ જીવોને શાતા ઊપજે એવો છે.
શ્રી નવકાર મંત્ર આધ્યાત્મિક વિકાસ અને આત્મ-જાગૃતિને પ્રોત્સાહન આપે છે તેવું માનવામાં આવે છે. પોતાને અને બ્રહ્માંડની ઊંડી સમજ મેળવવા માંગતા લોકો માટે તે એક શક્તિશાળી મંત્ર છે. મંત્રના સ્પંદનો સકારાત્મક ઉર્જા આકર્ષે છે અને સુખાકારીને પ્રોત્સાહન આપે છે.આ કાર્યક્રમ રાજકોટના આંગણે હેમુગઢવી હોલ, ટાગોર રોડ ખાતે તા. 9 એપ્રિલ, 2025 ના રોજ સવારે 8.01 થી 8.48 વાગ્યે યોજવાનો છે જેમાં જૈનોના તમામ ફીરકાઓ સાથે જોડાય એક સાથે, એક સુરમાં, સંગઠિત થઈ પવિત્ર નવકાર મંત્રનાં જાપ કરવાના હોય એ આહલાદક અનુભવનો ભાગ બનવા JITO રાજકોટ પરિવાર તથા હેમલભાઈ શાહનું આમંત્રણ છે.