Mysamachar.in-જામનગર:
કેન્દ્ર સરકારે એક નવી યોજના બનાવી છે. આ યોજના અંતર્ગત દેશભરમાં મોડેલ ફિશરમેન વિલેજ વિકસાવવામાં આવશે. ગુજરાતમાં આ યોજના 8 જગ્યાઓ પર કાર્યરત થશે, જે પૈકી 2 જગ્યાઓ જામનગર જિલ્લાની છે- સચાણા અને જોડિયા. આ મોડેલ ફિશરમેન વિલેજમાં ફિશિંગ માટે ડ્રાય યાર્ડ હશે, ફિશિંગ જેટી અને કોલ્ડ સ્ટોરેજ બનશે, ઈમરજન્સી રેસ્કયુ સેન્ટર અને બરફ માટેનો પ્લાન્ટ બનાવવામાં આવશે. દેશભરમાં આ બધી જ કામગીરીઓ હૈદરાબાદની કંપની નોડલ એજન્સી તરીકે સંભાળશે.
આ યોજના 60/40 ટકા હશે. કેન્દ્ર સરકાર 60 અને રાજ્ય સરકાર 40 ટકા જવાબદારીઓ વહન કરશે. કેન્દ્રના મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. માછીમારોની આવક વધશે. સુવિધાઓ વધશે. સચાણા અને જોડિયામાં આ યોજના લાગુ થશે. આ સાથે જ સમુદ્રી શેવાળની ખેતીને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.(symbolic image)
