• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, June 24, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

તને જામનગર મહાનગરપાલિકામાં નોકરી અપાવી દઈશ: પ્રતિકે કહ્યું

લાલપુરની ઉપાસના અને તેના ભાઈએ નોકરીઓ મેળવવા પ્રતિકને નાણાં આપ્યે જ રાખ્યા...છેલ્લે....

My Samachar by My Samachar
January 29, 2025
in જામનગર, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
તને જામનગર મહાનગરપાલિકામાં નોકરી અપાવી દઈશ: પ્રતિકે કહ્યું
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લાના લાલપુરની ઉપાસના કરમૂર અને તેનો ભાઈ નોકરીઓ મેળવવાની લાલચે ‘લૂંટાયા’ અને આખરે રાજકોટ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ. છેતરનાર શખ્સ ઉપલેટા તાલુકાનો છે. આ કાંડમાં મોનાલી નામની એક યુવતીની પણ ભૂમિકા છે. આ મામલામાં જામનગર મહાનગરપાલિકાનો પણ ઉલ્લેખ થયો હતો.

લાલપુરની ઉપાસના ડાડુભાઈ કરમૂર(26) અને તેના ભાઈએ રાજકોટની ગાંધીગ્રામ પોલીસને એમ જણાવ્યું છે કે, અમારી સાથે પ્રતિક નામના એક શખ્સે રૂ. 3.08 લાખની છેતરપિંડી કરી છે. આ શખ્સે અમને ભાઈબહેનને નોકરીઓ અપાવી દેવાની લાલચો આપી હતી. આ શખ્સનું નામ પ્રતિક કિરીટભાઈ ડઢાણિયા (રહે. મોટી વાવડી, તા. ઉપલેટા) છે.

પોલીસમાં જાહેર થયેલી વિગત અનુસાર, ઉપાસના કરમૂર છેલ્લા ત્રણ મહિનાથી લાલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરે છે. અગાઉ તેણી રાજકોટ એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી ત્યારે તેણીને એક ફ્રેન્ડ હતી, જેનું નામ મોનાલી સોલંકી. થોડા સમય અગાઉ મોનાલીએ ઉપાસનાને કહ્યું: મારાં ગામનો પ્રતિક મને રાજકોટ મહાનગરપાલિકામાં નોકરી અપાવી દેશે. સાથેસાથે તને પણ નોકરી અપાવી દેશે. આમ કહી મોનાલીએ પ્રતિકનું ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપાસનાને આપ્યું.

બાદમાં પ્રતિકે ઉપાસનાને કહ્યું: હું તારી રાજકોટ કોર્પોરેશનમાં નોકરી કરાવી આપીશ. ઉપાસનાએ પોતાના ડોક્યુમેન્ટસ પ્રતિકને મોકલી આપ્યા. આ પછી પ્રતિકે જામનગર કોર્પોરેશનમાં નોકરી કરાવી આપવાનું કહી, ઉપાસના પાસેથી નાણાં લેવાનું શરૂ કરી દીધું. બાદમાં પ્રતિકે ઉપાસનાને રાજકોટ કોર્પોરેશનમાં સ્ટાફ નર્સ તરીકે કરાર આધારિત કર્મચારી તરીકે નોકરી પર હાજર થવા બાબતેનો ઓર્ડર પણ આપી દીધો. બાદમાં પ્રતિકે જામનગર કોર્પોરેશનમાં પણ નોકરીનું થઈ જશે એમ કહી ફરીથી પૈસા લીધાં.

ત્યારબાદ નોકરીનો જૂનો ઓર્ડર ગાંધીનગર જમા કરાવવાનો છે એમ કહી પ્રતિક ઉપાસનાને ગાંધીનગર લઈ ગયો. એમની સાથે મોનાલી પણ ગાંધીનગર ગઈ. બાદમાં જુદી જુદી વાતો કરી પ્રતિક નાણાં ખંખેરતો રહ્યો. ત્યારબાદ, ઉપાસનાના ભાઈને રાજકોટ જેટકોમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી. બાદમાં આ બધાં ગાંધીનગર અને વડોદરા જતાં આવતાં હતાં. પ્રતિકે નિમણૂંક અને તાલીમના ઓર્ડર પણ આમને આપેલાં. દરમિયાન, પ્રતિકે આ ભાઈબહેન પાસેથી કુલ રૂ. 3.08 ખંખેરી લીધાં. આટલું બન્યા બાદ પણ આ ભાઈબહેનને નોકરી મળી નહીં, આથી આખરે રાજકોટ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. ઉપાસનાએ પોલીસમાં એમ પણ જાહેર કર્યું કે, તેણીએ બહેનપણીઓ પાસેથી ઉછીના નાણાં લઇ પ્રતિકને આપ્યા હતાં.

SendShareTweetShare
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

ગ્રામ્ય વિસ્તારોમાં અપૂરતી આરોગ્યસેવાઓ : આ રહ્યું કારણ

રાજ્યના આ તજજ્ઞ તબીબોના વેતનમાં વધારો

June 24, 2025
જામનગરમાં નદી પર બ્રિજ બનાવવાનો ‘ગૃહઉદ્યોગ’ !!

જામનગરમાં નદી પર બ્રિજ બનાવવાનો ‘ગૃહઉદ્યોગ’ !!

June 24, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®