Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં રોડ પર અસંખ્ય એવા વાહનો દોડતાં હોય છે જેણે થર્ડ પાર્ટી વીમાકવર લીધેલું હોતું નથી. આવા વાહનો હવે રસ્તાઓ પર દોડી શકશે નહીં. આ પ્રકારના વાહનોને પેટ્રોલ પંપ પર ઈંધણ આપવામાં આવશે નહીં. થર્ડ પાર્ટી વીમાકવર ન ધરાવતા વાહનોને ફાસ્ટેગ પણ નહીં મળે. આગામી દિવસોમાં આ નિયમ દેશભરમાં અમલી બનશે.
કેન્દ્રના નાણાંમંત્રાલયે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને મોટર વાહન વીમા સાથે સંબંધિત વિભિન્ન ઉપાયો પર વિચાર કરવા ભલામણ કરી છે. જેમાં એ નિશ્ચિત કરવાનો મામલો સામેલ છે કે, થર્ડ પાર્ટી વીમાકવર વગર એક પણ વાહન રસ્તા પર ન દોડે તે જોવું. નાણાં મંત્રાલયના પ્રસ્તાવમાં એ પણ સામેલ છે કે, માત્ર એ વાહનોને ઈંધણ અને ફાસ્ટેગ આપવામાં આવે જેમની પાસે માન્ય થર્ડ પાર્ટી વીમાકવર હોય.