• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, July 6, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો:ખંભાળિયામાં અનઅધિકૃત રીતે વેચાતું હતું ગેરકાયદેસર ડીઝલ

રૂ. 44 લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્સો ઝડપાયા

My Samachar by My Samachar
January 4, 2025
in ક્રાઈમ
Reading Time: 1 min read
A A
સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો:ખંભાળિયામાં અનઅધિકૃત રીતે વેચાતું હતું ગેરકાયદેસર ડીઝલ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

ખંભાળિયા – જામનગર માર્ગ પર ગઈકાલે રાજ્યના સ્ટેટ મોનીટરિંગ સેલના પોલીસ સ્ટાફે દરોડો પાડી અને અહીંના દાતા ગામે ચાર શખ્સો દ્વારા મીલીભગત આચરીને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા ડીઝલનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં પોલીસે 19,500 લીટર ડીઝલ ભરેલો ડીઝલનો ટાંકો, સ્કોર્પિયો મોટરકાર વિગેરે મળી, કુલ રૂપિયા 44.13 લાખનો મુદ્દામાલ કબજે લઈ આ પ્રકરણમાં ચાર શખ્સોને દબોચી લીધા છે.

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના દાતા ગામ નજીકથી અનઅધિકૃત રીતે લાયસન્સ વગર ડીઝલનું વેચાણ થતું હોવા અંગેની માહિતી રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલ વિભાગને મળતા આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સ્ટાફે શુક્રવારે બપોરના સમયે અહીં દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે ખંભાળિયા તાલુકાના દાતા ગામે રહેતા અને ટેન્કરનું ડ્રાઇવિંગ કામ કરતા મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા રવુભા જાડેજા , દાતા ગામે રહેતા અને ખલાસી તરીકેનું કામ કરતા ત્રણ શખ્સો ભાવેશ રવાભાઈ સરસિયા અને ધર્મરાજ ઉર્ફે ધમો જીતુભા જાડેજા તથા પ્રદીપ ઉર્ફે પદીયો રવાભાઈ સરસિયા ચાર શખ્સોને ઝડપી લીધા હતા.

વધુમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ઉપરોક્ત ચારેય આરોપીઓએ એકબીજાની મદદગારી કરી અને ગુનાહિત કાવતરું રચીને ડીઝલના ટેન્કરોના ચાલકો સાથે મળીને ડીઝલના ટેન્કરોમાં ડીઝલનો જથ્થો ભરીને નીકળતા ટેન્કરોમાંથી ડીઝલની ચોરી કરવામાં આવતી હતી. આટલું જ નહીં, કંપનીમાંથી ડીઝલનો જથ્થો જે સ્થળોએ ખાલી કરવાનો હોય, ત્યાં ખાલી નહીં કરીને જે-તે ટેન્કર ચાલકો દ્વારા પોતાના માલિક સાથે વિશ્વાસઘાત કરવામાં આવતો હતો. જેમાં ઉપરોક્ત શખ્સો દ્વારા ડીઝલ ચોરી કરી તેમજ અન્ય શખ્સો પાસેથી કરાવીને આ જથ્થો દાતા ગામે રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા જાડેજાના મકાનના ફળિયામાં સંગ્રહ કરીને રાખવામાં આવતો હતો.

અહીં આરોપી શખ્સો દ્વારા કોઈપણ પ્રકારની ફાયર સેફટી કે અન્ય સાધનો રાખ્યા વગર તેમજ ડીઝલના સંગ્રહ-વેચાણ અંગે લાયસન્સ કે પરમિટ વગર ડીઝલનો જથ્થો સંગ્રહિત કરાયો હોવાનું જાહેર થયું છે. અહીંથી પોલીસે રૂપિયા 72 હજારની કિંમતના 800 લીટર ભરેલા 4 બેરલ તેમજ રૂપિયા 3,600 ની કિંમતનો 40 લિટર ડીઝલ ભરેલો એક કેરબો, 50,30,20 લિટર ડીઝલ ભરેલા અન્ય કેરબાઓ પણ પોલીસે કબજે લીધા હતા.

આ ઉપરાંત આ સ્થળેથી પાંચ-પાંચ હજાર લિટરની ક્ષમતા વાળા કુલ ચાર ખાના સાથે 20,000 લિટરનું ટાટા કંપનીનું એક ટેન્કર પોલીસે કબજે લઈ તેમાંથી રૂપિયા 17,55,000 ની કિંમતનો 19,500 લીટર ડીઝલનો જથ્થો તેમજ રૂ. 10,00,000 ની કિંમતનું ઉપરોક્ત ટેન્કર તથા રૂપિયા 15,00,000 ની કિંમતની જી.જે. 37 એમ.બી. 81 67 નંબરની સ્કોર્પિયો મોટરકાર તથા ડીઝલ કાઢવા માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્લાસ્ટિકની નળી, ડીઝલ માપવા માટેનું માપીયું, ગરણા, પાઈપ, હથોડી સહિતનો મુદ્દામાલ પણ કબજે લેવામાં આવ્યો છે.

આ પ્રકરણમાં પોલીસે કુલ રૂપિયા 44 લાખ 13 હજાર 900 ના મુદ્દા માલ સાથે ઉપરોક્ત ચારેય આરોપીઓની અટકાયત કરી લીધી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે સ્ટેટ મોનિટરિંગ સેલના એ.એસ.આઈ. ફિરોજભાઈ બ્લોચની ફરિયાદ પરથી ઉપરોક્ત ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.ખંભાળિયામાં સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફ દ્વારા કરવામાં આવેલા આ નોંધપાત્ર દરોડાની કામગીરીએ સ્થાનિક વર્તુળમાં ભારે ચર્ચા સાથે ડીઝલ ચોરી કરતા તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરાવી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

કેરલેસ : જામનગરમાં શિક્ષણ વિભાગ ‘બેગલેસ’ દિવસ ઉજવી રહ્યો છે !

July 5, 2025
સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

July 5, 2025
JMCની દુકાનોની હરાજી: કોર્પોરેશનને રૂ. 6.25 કરોડની આવક..

JMCની દુકાનોની હરાજી: કોર્પોરેશનને રૂ. 6.25 કરોડની આવક..

July 5, 2025
જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરમાં તમામ વોર્ડનું થઈ શકે નવું સીમાંકન…

July 4, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

કેરલેસ : જામનગરમાં શિક્ષણ વિભાગ ‘બેગલેસ’ દિવસ ઉજવી રહ્યો છે !

July 5, 2025
સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

July 5, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®