• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, June 15, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

વધુ એક દુર્ઘટના: ક્રેન તૂટી અને  ત્રણ બની ગયા કાળનો કોળીયો, ક્યારે અટકશે આવા અકસ્માતો..?

એન્જિનિયર, સુપરવાઇઝર અને એક શ્રમિકના જીવ ગયા

My Samachar by My Samachar
December 26, 2024
in દેવભૂમિ દ્વારકા, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
વધુ એક દુર્ઘટના: ક્રેન તૂટી અને  ત્રણ બની ગયા કાળનો કોળીયો, ક્યારે અટકશે આવા અકસ્માતો..?
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

રાજ્યમાં ગમે ત્યારે ગમે તે અકસ્માત થાય કેટલાય લોકોની જિંદગીઓ આવા અકસ્માતોમાં પૂર્ણ થઇ જાય અને થોડા દિવસો મામલો ચર્ચામાં રહે નવી ગાઈડલાઈન્સ આવે અને બાદમાં બધા બધુ ભૂલી જાય પણ સુરક્ષાના લેવા જોઈતા પગલાઓ ક્યારેય કોઈ રીતે બખૂબી લેવામાં નથી આવતા તે હકીકત વચ્ચે દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે આવેલી જી.એમ.બી.ની જેટી પર ગતરોજ ચાલી રહેલા કામ દરમિયાન અહીં રહેલી એક વિશાળકાય ક્રેનનો એક ભાગ તૂટી પડતા ત્યાં ઉભેલા ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા હતા.

જાણવા મળતી વિગત મુજબ દ્વારકા જિલ્લાના ઓખા ખાતે આવેલ ગુજરાત મેરીટાઈમ બોર્ડની જેટી પર કોસ્ટ ગાર્ડ દ્વારા પીલર બનાવવાનું કામ ચાલતું હોય, ગતરોજ જેટી પર કાર્યરત ક્રેનનો આગલો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો. જેના કારણે ક્રેન પાસે ઉભેલા બે એન્જિનિયર તથા એક મજૂર ક્રેન નીચે દબાઈ જતા તે ત્રણેયનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

આ બાબતની જાણ પોલીસને કરાતા સ્થાનિક પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી, ત્રણેય મૃતદેહોનો કબજો સંભાળી દ્વારકા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતી. જે સંદર્ભે પોલીસે આ સમગ્ર ઘટના ક્રમની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર પ્રકરણ અંગેની વિગત દ્વારકાના પ્રાંત અધિકારીએ આપી હતી. મૃતકમાં નિશાંતસિંઘ રામસિંહ (ઉ.વ. 25, રહે. રતનપુર સુરકાબાદ યુ.પી.) તથા અરવિંદકુમાર મુરારીલાલ (ઉ.વ. 25, રહે. નાગલા ગંજ, યુ.પી.) તથા જીતેન્દ્ર ગોબરીયા ખરાડી (ઉ.વ. 30, રહે. સલુનિયા, યુપી.) નો સમાવેશ થાય છે.આ અકસ્માત પરથી સવાલો એ પણ થયા છે કે જ્યાં અકસ્માત સર્જાયો ત્યાં તમામ સલામતી ના પગલાઓ લેવામાં આવ્યા હતા કે કેમ..? અને જો ના લેવામાં આવ્યા હોય તો હવે કોઈ જવાબદારો સામે પગલા લેવાશે કે કેમ તેની વિગતો પણ જાહેર થવી જોઈએ.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જો તમને કોઈ કહે કે તમારી વાડિમાં સોનું દટાયેલું છે.. કાઢી આપીએ તો એ વિધિમાં ના પડતા નહિતર આવું થશે..

કાયદાની છટકબારીનો લાભ લઈ હજારો કિલો સોનું ભારતમાં નિયમની આડમાં આવી રહ્યું છે !!

June 14, 2025
અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

વિમાન પડ્યું ત્યાં પણ 33 મોત કન્ફર્મ : કુલ મોત 274

June 14, 2025
જામનગરનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ 15 દિ થી ઠપ્પ….

જામનગરમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ હોવા અંગે કાર્યવાહીઓ ક્યારે થશે ??…

June 14, 2025
જામનગર : વધુ એક વકીલની હત્યાથી ચકચાર…

જામનગર : વધુ એક વકીલની હત્યાથી ચકચાર…

June 14, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જો તમને કોઈ કહે કે તમારી વાડિમાં સોનું દટાયેલું છે.. કાઢી આપીએ તો એ વિધિમાં ના પડતા નહિતર આવું થશે..

કાયદાની છટકબારીનો લાભ લઈ હજારો કિલો સોનું ભારતમાં નિયમની આડમાં આવી રહ્યું છે !!

June 14, 2025
અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

વિમાન પડ્યું ત્યાં પણ 33 મોત કન્ફર્મ : કુલ મોત 274

June 14, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®