Mysamachar.in-જામનગર:
જન્મદિવસની ઉજવણી કઈક અલગ રીતે કરી અને ખરા અર્થમાં જન્મદિવસની ઉજવણી કરવામાં માનતા જામનગર મનપાના કોર્પોરેટર અને યુવા નેતા અલ્તાફ ખફીએ આ વર્ષે પણ તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનું નક્કી કરી લીધું છે અને તે અંગે તેવોએ તડામાર તૈયારીઓ પણ ચાલુ કરી દીધી છે.
જામનગર મનપાના પૂર્વ વિપક્ષ નેતા અને વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અલ્તાફભાઇ ખફીના જન્મદિવસ અંતર્ગત સંજરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 29 ડિસેમ્બર 2024ને રવિવારના સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના 51 દુલ્હા- દુલ્હનની સમૂહ શાદીનું આયોજન તેમજ વિશેષ કરીયાવર આપવામાં આવશે તેમજ વિશાળ સામીયાણામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાનું પત્રકાર પરીષદમાં આગેવાનો દ્વારા વિગતોમાં જાહેર કરવામાં આવ્યું છે,
આ સમૂહ શાદી નિમિતે તા.28 એ રાત્રે 9 વાગ્યે કાલાવડ નાકા બહાર, મોરકંડા રોડ પાસે આવેલ રૂમી પાર્કમાં વાયઝ શરીફનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મરકઝ એ એહલે સુન્નતની જાન નબીરા એ આલા હઝરત, જાનશીન એ તાજુરશરીએ, શેહદા એ તાજુરશરીએ, ઝેરે સદારત હઝરત અલ્લામાં અસ્જદ રઝા કાઈદે મિલ્લત કાઝીયુલ કુઝઝાત હિંદ ખિતાબતની વિશેષ ઉપસ્થિત રહેશો,
આ ઉપરાંત દામાદે હુઝુર કાઈદે મિલ્લત અલ્લામા મુફતી આશીફ હુશેન કાદરી રઝવી, ખલીફા એ હુઝુર તાજુારીઅને હઝરત પીરે તરીકત શૈયદ અબ્દુસ્સમદ કાદરી, કાઝી એ ગુજરાત ખલીફા એ તાજુશરીઅહ હઝરત સૈયદ શલીમબાપુ કાદરી, ખલીકા એ હુઝુર તાજુરશરીઅહ સૈયદ ગુલામ હુશેનબાપુ કાદરી ઈમામ જમા મસ્જિદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી પોતાની શૈલીમાં તકરીર ફરમાવશે.ઉપરાંત તા. 29ને રવિવારના સવારે 9 કલાકે દુલ્હન માટે આમીનનો કાર્યક્રમ યોજાશે તેમજ સવારે 11 વાગ્યે નિકાહ પઢાવવામાં આવશે, 12:30 કલાકે સમગ્ર સમગ્ર ભારતમાંથી ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમના અંતમાં બપોરે 2 વાગ્યે આશરે 15 હજારથી વધુ વ્યક્તિઓ માટે (ન્યાઝ)નું આયોજન કરાયુ છે. સમગ્ર કાર્યક્રમમાં લોકોનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અલ્તાફભાઈ ખફી દ્વારા અનુરોધ કરાયો છે. વધુમાં આ સમુહ લગ્નના આયોજનમાં તમામ દુલ્હા- દુલ્હનના નિકાહનું રજિસ્ટ્રેશન અલ્તાફભાઈ દ્વારા કરી આપવામાં આવશે અને તમામ દુલ્હા-દુલ્હનોને સરકારી યોજના કુવરબાઈ મામેરાનો લાભ આપવામાં આવશે.