Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં સરકારને GST ની જબ્બર આવક મળી રહી છે. અર્થતંત્રનું કદ વધવા પામ્યું છે. કરચોરી વિરુદ્ધ સતત ઝુંબેશ ચાલી રહી હોય, કરચોરી પર પણ અંકુશ વધી ગયો છે અને, કરદાતાઓ અગાઉ ખોટી રીતે રિફંડ મેળવી લેતાં હતાં એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પણ નિયંત્રણ વધવા પામ્યું છે. તેથી એકંદરે ગુજરાત સરકારની GST આવક વધી રહી છે. સ્ટેટ GST વિભાગે નવેમ્બર-2024માં રૂ. 12,192 કરોડની આવક મેળવી છે. નવેમ્બર-2023માં સરકારને રૂ. 10,835 કરોડની આવક થઈ હતી. આમ, આ આવકમાં 12 ટકાનો વધારો નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, પાછલાં 2-3 વર્ષ દરમિયાન સરકારે તોતિંગ કરચોરી ઝડપી લીધી છે. રિફંડના બોગસ દાવાઓ પર પણ નિયંત્રણ આવ્યું છે. બોગસ કંપનીઓની સંખ્યા પણ ઘટી છે. GST ચોરીમાં અત્યાર સુધીમાં 150થી વધુ ધરપકડ થઈ ચૂકી છે. એકંદરે, રાજ્ય અને કેન્દ્ર સરકારની GST આવક, CGST આવક, IGST આવક અને સેસની આવકમાં વધારો થઈ રહ્યો છે.
