• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, June 26, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

પાણી: જોડિયા-કાલાવડ-ભાણવડ અને કલ્યાણપુર, અતિ જોખમી…

ગુજરાતના 33 જિલ્લા પૈકી 85 ટકા જિલ્લામાં ભૂગર્ભજળમાં ઉપાધિ: સંસદમાં રજૂ થયેલાં આ આંકડા અત્યંત ગંભીર અને ચિંતાજનક...

My Samachar by My Samachar
December 9, 2024
in જામનગર, દેવભૂમિ દ્વારકા, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
રિપોર્ટ: જામનગર-દ્વારકાના ભૂગર્ભજળમાં આટલી અશુદ્ધિઓ….
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

જમીનની નીચે રહેલું પાણી એટલે કે ભૂગર્ભજળ, ખેતીમાં-ઉદ્યોગોમાં અને પીવાના પાણીના બિઝનેસમાં મોટાં પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. આ પાણીની કવોલિટી અતિશય ખરાબ બની ચૂકી છે, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યના 85 ટકા જિલ્લામાં આ સમસ્યાઓ અતિ સંવેદનશીલ અને ગંભીર બની ચૂકી છે, ખુદ સરકાર દ્વારા આ આંકડા સંસદમાં જાહેર થયા છે.

જામનગર જિલ્લામાં જોડિયા અને કાલાવડ તાલુકામાં ચિંતાઓ છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ અને કલ્યાણપુર તાલુકામાં પણ સ્થિતિઓ અત્યંત ગંભીર છે. રાજ્યના 33 પૈકી 28 એટલે કે 85 ટકા જિલ્લામાં ભૂગર્ભજળની કવોલિટી ઉપાધિવાળી છે. કારણ કે તેમાં ક્ષાર અથવા ખારાશ પ્રવેશી ચૂકી છે. આ ઉપરાંત 30 જિલ્લા એટલે કે 33 પૈકી 91 ટકા જિલ્લા એવા છે જ્યાં આ પાણીમાં ફલોરાઈડ ઘૂસી ગયું છે. 33 પૈકી 32 એટલે કે 97 ટકા જિલ્લા એવા છે જેના પાણીમાં નાઈટ્રેટ મોટાં પ્રમાણમાં પ્રસરી ગયું છે. ટૂંકમાં, આપણે જમીનમાંથી બોર કે કૂવા વગેરે મારફતે જે પાણી ખેંચીએ  છીએ તે પાણી જોખમી છે.

દેશના 6 રાજ્ય એવા છે જેના ભૂગર્ભજળમાં આ ત્રણેય પ્રકારની ચિંતાઓ 75 ટકા કરતાં વધુ પ્રમાણમાં છે. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. 4 સાંસદોએ લોકસભામાં પૂછેલાં પ્રશ્નના ઉત્તરમાં જલશક્તિ મંત્રાલયે આ આંકડા આપ્યા. ગુજરાતમાંથી જે નમૂનાઓ લેવામાં આવ્યા તે પૈકી 11 ટકા પાણી નમૂનાઓ બહુ સરસ છે, 43 ટકા નમૂનાઓ સારાં છે, અને 45 ટકા નમૂનાઓ એવા છે જે પાણી સારૂં નથી.

જે વિસ્તારોમાં ક્ષાર અને ખારાશની ઉપાધિઓ અતિશય છે તેમાં અમદાવાદના વિરમગામ, ભાવનગરના શિહોર, જામનગરના જોડિયા અને કાલાવડ તથા દ્વારકા જિલ્લાના ભાણવડ અને કલ્યાણપુર ઉપરાંત જૂનાગઢના માંગરોળ અને અમરેલીના રાજુલા વગેરેનો સમાવેશ થાય છે. આ બધાં જ વિસ્તારોના ભૂગર્ભજળમાં નાઈટ્રેટનું પ્રમાણ અતિશય હોય, ખેતીની જમીનોના ભાવ મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. પાણીમાં આ પ્રકારના તત્વોના કારણે દાંતના તથા ફેફસાંના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે, ખાસ કરીને નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં આ રોગો વધુ જોવા મળે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરમાં ડેન્ટલ કોલેજ તથા હોસ્પિટલ અને ટીબી હોસ્પિટલ સરકારે ઘણાં વર્ષોથી બનાવેલી છે જ.

SendShareTweetShare

Join Us on Social

Recent News

તમે ‘દાબેલી’ ખાઓ છો ?: અદાલત ખુદ કેન્સર અંગે કહે છે કે…

તમે ‘દાબેલી’ ખાઓ છો ?: અદાલત ખુદ કેન્સર અંગે કહે છે કે…

June 26, 2025
જામનગર મહાનગરપાલિકામાં પ્રોજેક્ટનું ‘લબડધકકા’ પ્લાનિંગ..!

જામનગર મહાનગરપાલિકામાં પ્રોજેક્ટનું ‘લબડધકકા’ પ્લાનિંગ..!

June 26, 2025
નોટરીનો દરજજો મેળવવા હવે વકીલોએ આટલું કરવું પડશે…

પોલીસ દ્વારા વકીલને સમન્સ: સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો…

June 26, 2025
જો ‘સરકારી’ અધિકારીઓ કોર્ટમાં ખોટું સોગંદનામું કરતાં ઝડપાશે તો..

જો ‘સરકારી’ અધિકારીઓ કોર્ટમાં ખોટું સોગંદનામું કરતાં ઝડપાશે તો..

June 25, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

તમે ‘દાબેલી’ ખાઓ છો ?: અદાલત ખુદ કેન્સર અંગે કહે છે કે…

તમે ‘દાબેલી’ ખાઓ છો ?: અદાલત ખુદ કેન્સર અંગે કહે છે કે…

June 26, 2025
જામનગર મહાનગરપાલિકામાં પ્રોજેક્ટનું ‘લબડધકકા’ પ્લાનિંગ..!

જામનગર મહાનગરપાલિકામાં પ્રોજેક્ટનું ‘લબડધકકા’ પ્લાનિંગ..!

June 26, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®