Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી જીએસટી વિભાગ એક યા બીજી રીતે ચર્ચાઓમાં રહે છે, જીએસટીને લઈને કેટલાય કૌભાંડો પણ તાજા છે તેવામાં રાજ્ય જીએસટી વિભાગમાં બદલીઓનો ગંજીફો ચાંપવામાં આવતા અનેક ચર્ચાઓ શરુ થઇ છે. કે કઈક નવાજૂની આ વિભાગમાં પણ થશે ખરા..? મુખ્ય રાજ્યવેરા કમિશ્નર રાજીવ ટોપનો દ્વારા બે અલગ અલગ બદલીઓના હુકમો કરવામાં આવ્યા છે, તેમાં સ્વ વિનંતી અને જાહેરહિત વાળા અધિકારીઓની બદલીઓ જોવા મળે છે જો કે તેમાં એક જ જગ્યાએ ચીપકી રહેલાઓ પણ સીનીયર અધિકારીઓની રડારમાં આવી ગયા હોય તેમ પણ જાણકારો કહે છે. જો કે આ બદલીઓ અને કૌભાંડોથી કાઈ લાગતું વળગતું હોય તેવું પણ નથી પણ એટલું ખરા કે એક જ જગ્યાએ ફાવી જનારને પણ બદલી દેવામાં આવ્યા છે.
અનેક પ્રકારની અનેક ફરીયાદો અને ફીડબેક ઉચ્ચકક્ષાએ પહોંચેલી બાદ તેની ખાનગી તપાસ પણ થઇ હતી અને ચીફ જીએસટી કમીશનરના બારીક ઓબઝરર્વેશન બાદ ગુજરાત સરકારે જે બદલીના હુકમ કર્યા છે, જામનગરથી ગુજરાતમાંથી કોઇ સૌરાષ્ટ્ર તરફ વગેરે પ્રકારની બદલીઓના હુકમ થયા છે જેથી સાંઠગાંઠ છુટવાની અપેક્ષા રખાય છે,
અગાઉ સેલ્સ ટેક્સમાં એવુ બનતુ કે અમુક કર્મચારી પ્રમોશન પણ તે જ સ્થળે લેતા ઇન્સ્પેક્ટર કે ઓફીસર ત્યા જ બને અને રીટાયર પણ થાય અને કદાચ આજુબાજુ ક્યાંક બદલી થાય તો પટ્ટો રીન્યુ કરાવી પરત પોતાના સ્થાને આવી જતા હતા જાણે કે વારસાગત ગાદી હોય તેમ અને તેમાંથી અમુકના કારણે સેલ્સ ટેક્સની હાલત જુની જીઇબી વિભાગ જેવી થઇ હતી તે જ પૈતૃક વિભાગમાં સડો વેટ વખતે રહ્યો અને હાલ જીએસટીમાં પણ છે,
ભલે આવી ચોક્કસ બદલીઓથી ટેક્સની આવકનુ આકાશ ન વરસે પણ કૌભાંડને સમર્થન કરતી કાયદાની છટકબારીઓ દેખાડતી પ્રવૃતિઓની સાંઠગાંઠ ચોક્કસ તુટશે અને એક મેસેજ ચોક્કસ સમગ્ર રાજ્યમાં ફરશે કે જો કામ ન કર્યુ જો કચાશ રાખી જો લીકેજ કર્યુ તો ગયા…..કેટલાક ચીપકુઓની બદલીઓ થઇ અને નહીતર જરૂર પડ્યે સરકારની શુદ્ધીકરણ પ્રક્રિયામાં કોઇ કોઇ જીએસટી વિભાગના અધીકારીઓને ઘરે પણ બેસાડી દેવાય તો પણ નવાઇ નહી તેમ સમીક્ષકો જણાવે છે,
ખાતામાં વર્ષોથી પંકાયેલા તથા સરકારના રેવન્યુને નુકશાન કરનાર અધિકારીઓ એક જ જગ્યા પર અડીંગો જમાવેલો હોય તેવા અધિકારીઓ અને કર્મચારીઓ પર હાલના નવા ચીફ કમિશનર રાજીવ ટોપનો દ્વારા મોટા માથાઓ પર પણ તપાસ ચાલુમાં છે તથા તેઓ પર પણ ટૂંક સમયમાં પગલા લેવાશે તેવી આશંકા સેવાઈ રહેલ છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા આચરેલ મસમોટું કરોડોનું કૌભાંડ બહાર આવવાની શકયતાઓ સેવાઈ રહી છે. હવે, કયા ભ્રષ્ટાચારીઓના નામની ચીઠી ફાટશે તે જોવું રહ્યું ? હજુ વધુ બદલીઓ થાય તપાસ પણ અમુકની શરૂ થાય કોઇના ઉપર વધુ ગંભીર પગલા લેવાઇ કોઇના પેન્શન ઉપર અસર થાય વગેરે પગલાની શક્યતા છે,
મહત્વની વાત એ છે દાખલા તરીકે બે હજાર કરોડના જીએસટી કૌભાંડ થાય તે પકડાય તો તે કૌભાંડ ,સરકારને તે જંગી ધુંબો શું કૌભાંડીઓએ એકલા હાથે કરી શકે?? કૌભાંડી ગૃપમાં ઘરના ઘાતકી હોય તેમ વિભાગની અંદરનો કોઇ સાથે ન હોય શું. ?સમજી જ શકાય એવી વાત છે પરંતુ હજુ પગલા લેવાની પ્રોસેસ ચાલુ થનાર હોય તેમ ટોચના વર્તુળો જણાવે છે.