Mysamachar.in-જામનગર:
દેશના અર્થતંત્રને નુકશાન કરવાના મલીન ઈરાદા સાથે કેટલાક તત્વો નકલી ચલણી નોટો બજારમાં ઘુસાડી દેતા હોય છે, નોટબંધી થયા પછી નકલી નોટો પણ બંધ થઈ ગઈ હતી; પરંતુ છેલ્લા થોડા સમયથી ફોટામાં દર્શાવ્યા મુજબની રૂપિયા 500 ના દરની નકલી નોટ ચલણમાં ઘૂસાડી દીધાની ભીતિ સેવાઈ રહી છે. અસલી ચલણી નોટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનુ ચિત્ર જે રીતે પ્રિન્ટ કરવામાં આવ્યું છે તે રીતે જ નકલી નોટમાં પણ પ્રિન્ટ કરવામાં આવ્યું છે, પરંતુ અસલી ચલણી નોટની પાછળની સાઈડમાં લાલ કિલ્લાનું ચિત્ર સીધું છે, જે નકલી નોટમાં ઉંધુ સ્પષ્ટ રીતે દેખાય આવેછે વળી નકલી નોટમાં સિક્યોરિટી થ્રેડ તો નથી ઉપરાંત સફેદ ભાગ પણ જમણી તરફ રાખવામાં આવ્યો છે!રૂપિયા 500 ના દરની આવી નોટ સ્વિકારતા પહેલા લાલ કિલ્લાવાળું ચિત્ર ખાસ ચેક કરવા રિટેલ વેપારી મહામંડળના પ્રમુખ શશિકાન્ત મશરૂએ અનુરોધ કર્યો છે.