Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લા કલેકટરપદે આરૂઢ બી.કે.પંડ્યા ખુબ પીઢ અને અનુભવી સાથે જ મિલનસાર સ્વભાવ ધરાવતા કર્તવ્યનિષ્ઠ સનદી અધિકારીઓ પૈકીના એક છે, હંમેશા પ્રજાકીય પ્રશ્નોનો તુરત જ ઉકેલ આવે લોકો સુખ સુવિધાનો અહેસાસ કરે અને વહીવટમાં ક્યાય ઉણપ ના રહે તેવો આગ્રહ હમેશા સીનીયર IAS બી.કે.પંડ્યાનો રહે છે.એવામાં પણ ના માત્ર ફરિયાદ સંકલન પણ વ્યક્તિગત કોઈ અરજદાર દ્વારા કે કોઈ પદાધિકારીઓ દ્વારા પ્રજાહિતના પ્રશ્નો જયારે પણ કલેકટર પંડ્યા સમક્ષ મુકવામાં આવે ત્યારે હમેશા તેવોને તેમની પ્રાથમિકતા કેટલાય કિસ્સાઓમાં જોવા મળી છે.
એવામાં આજે જામનગર જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા અને જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અને તે અંતર્ગત કાર્યવાહી કરવા કલેક્ટરએ સૂચનો કર્યા હતા. આ પ્રશ્નોમાં રાશનકાર્ડ અને આધારકાર્ડને લઈને લોકોના પ્રશ્નો, ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાની નિયમિતતા, શાળાઓમાં ફાયર સેફ્ટી, નવી શાળાના બાંધકામ, રોડ રસ્તાઓ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, પાણી પુરવઠ્ઠા વિભાગના પ્રશ્નો, આઇસીડીએસ શાખા, જમીન માપણી અંગેના પ્રશ્નો, શિક્ષણ વિભાગ અને પીજીવીસીએલ અંગેના પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી.
જિલ્લા કલેક્ટરએ લોકોની જરૂરિયાતો અને તેમના પ્રશ્નોને પ્રાથમિકતા આપી સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા અંગે જે તે વિભાગના અધિકારીઓને સૂચનો આપ્યા હતા. તેમજ સીએમ ડેશબોર્ડ પર આવતા પ્રશ્નોનો ત્વરિત ઉકેલ આવે અને જામનગર જિલ્લાના વિકાસકાર્યોને લગત કામો કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, ડેપ્યુટી કમિશ્નર ઝાલા, સંલગ્ન પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ હાજર રહ્યા હતા.