Mysamachar.in- દેવભૂમિ દ્વારકા:
પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવત્તિઓ, વન અને પર્યાવરણ તેમજ કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે કલેકટર કચેરી ખંભાળીયા ખાતે શુભેચ્છા મુલાકાત કરવાની સાથે અરજદારોના સાચા કામમાં કોઈ જ ખોટો વિલંબ ના કરવા અધિકારીઓને ટકોર કરવા સાથે કહ્યું કે અધિકારીઓ અને પદાધિકારીઓને સંકલનથી કામ પ્રજાલક્ષી કાર્યોમાં બન્ને પાંખનું કામ એક રથના બે પૈડા જેવું હોવાનું કહી અધિકારીઓનો ઉત્સાહ પણ વધાર્યો,
આ બેઠકમાં મંત્રી મુળુભાઇ બેરાએ અધિકારીઓને નવું વર્ષ શુભમય રહે તે માટેની શુભેચ્છા પાઠવી હતી. કર્મયોગીઓને જનસેવાના કામોને અગ્રીમતા આપવા પણ જણાવ્યું હતું. વિકાસના કામો માટે તમામ પ્રકારનો સહયોગ મળશે, મંત્રીએ અધિકારીઓ અને પદાધિકારીઓને સંકલનથી કામ કરવા જણાવી પ્રજાલક્ષી કાર્યોમાં બન્ને પાંખનું કામ એક રથના બે પૈડા જેવું છે, તેમ જણાવી સંકલનથી જો કામ કરવામાં આવે તો કામ ઝડપથી પૂર્ણ થાય છે. મંત્રીશ્રીએ પ્રજાલક્ષી કાર્યોમાં અને વિકાસલક્ષી કામો માટે મેં નહીં હમની ભાવના સાથે કામ કરવા પણ દિશાદર્શન કર્યું હતું. મંત્રીએ છેવાડાના લોકોને વધુ ને વધુ લોકસુવિધા કઇ રીતે મળી શકે તે માટે સંવેદનાપૂર્વક ચર્ચા કરી હતી.
મંત્રી મુળુભાઈ બેરાએ એમ પણ જણાવ્યું હતું કે, સાચા કામમાં ખોટો વિલંબ કરવો નથી. અરજદારોને વધુને વધુ સુવિધા મળે અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇ-ગવર્નન્સ, ગુડ ગવર્નન્સનો લાભ મળે તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત દ્વારકા તીર્થસ્થળે થઇ રહેલા પ્રવાસનલક્ષી કામો અને આગામી આયોજનોની રૂપરેખા મંત્રીશ્રીએ આપી હતી. આગામી સમયમાં જિલ્લો પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર બનશે તેવી ઉમદા આશા પણ વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં કલેકટર જી. ટી.પંડયાએ મંત્રીની સાથે અગાઉ કરેલા લોકસેવા અને સરકારની યોજનાકીય કામગીરીની અમલવારી બાબતે પ્રજાલક્ષી અભિગમના સંસ્મરણો રજુ કરી રાજય સરકાર વિવિધ વિકાસલક્ષી કાર્યો માટે કટીબધ્ધ છે અને તે અંગે મંત્રી મુળુભાઇ બેરાનું સતત આ જિલ્લાને માર્ગદર્શન મળતું રહેશે અને લોકસુવિધાઓમાં વધારો થશે તે અંગે ખુશી વ્યક્ત કરી જિલ્લાની ટીમ જનસુવિધા માટે તેમજ યોજનાઓનો લાભ આપવા માટે કાર્યરત છે તે અંગે કટીબધ્ધતા વ્યક્ત કરી હતી.