Mysamachar.in-જામનગર
હાલના સમયમાં મોબાઇલ લોકેશન સીસીટીવી ફુટેજ વગેરે ટેકનોલોજી ગુના ઉકેલવામા પોલીસ સહિતની એજન્સીઓને મદદ કરે છે, પરંતુ ટેકનોલોજી ન હોય ત્યા શું થાય? ટેકનોલોજી સાથે અપડેટ થવું જરૂરી છે પણ બાતમીદારોનુ નેટવર્ક વધે તે પણ જરૂરી છે નહિ તો પોલીસથી છટકી ચોર લુટારા હત્યારા મોજથી સંતાતા ફરતા રહેશે હા બાતમીદારો સાચા અને ઠોસ હોવા જોઇએ તેમજ નજરવાળા હોવા જોઈએ તેમજ પોલીસે તેમને નુકસાન નહિ થાય તેનો ભરોસો આપવો પડે તે જરૂરી છે, નહિ તો ઘણીવાર બને છે તેમ બાતમીદાર કે ખાનગી ફરિયાદ કરનારા ઉલટા એ જ ગુનેગારોના હાથે નંદવાય જાય છે,
જો કે બાતમીદારોની એટલે છે કે કેટલાય ગુન્હાઓના ડીટેક્ટશન હજુ થઇ કેમકે ત્યા કોઇ ટેકનોલોજી હતી નહીને સુરાગ મળતો નથી જોકે આવા ઘણા ગુના અનડીટેક્ટ છે તેના ઘણા કારણો છે, એક જમાનો હતો પોલીસ માત્રને માત્ર બાતમીદારોના નેટવર્કથી જ ગંભીરથી સામાન્ય ગુનાઓના ભેદ ઉકેલતી હતી પરંતુ હાલ ટેકનોલોજીની પ્રગતીને લઈને પોલીસનું કામ આસાન થઇ ગયું છે. મોટાભાગના ગુનાઓના ભેદ ઉકેલવામાં ટેકનોલોજી હાથવગી બની જતા પોલીસને મોટી મસક્ક્ત કરવી પડતી નથી. પરંતુ જે ગુનાઓમાં ટેકનોલોજી જવાબ આપી દ્યે ત્યાં પોલીસ પાંગળી બની જાય છે, તે પણ વાસ્તવિકતા છે
પોલીસે બાતમીદારોના નેટવર્કને કોરાણે મૂકી દેતા આ પરિસ્થિતિ નિર્માણ પામી છે, જેનું તાજું ઉદાહરણ છે, થોડા મહિનાઓ પૂર્વે જામનગરમાં એક માસુમ દીકરીને એક ટ્રક ડ્રાઈવરે રહેશી નાખી હતી જે કિસ્સામાં જામનગર પોલીસ કાચી પડી છે. આ હત્યાકાંડને મહિનાઓ વીતી ચુક્યા છતાં પોલીસ હજુ સામાન્ય ટ્રક ડ્રાઈવર એવા હત્યારા સુધી પહોચી નથી, તેનું પ્રબળ કારણ બાતમીદારોના નેટવર્કનો અભાવ ગણી શકાય તેવું પણ નિવૃત પોલીસ અધિકારીઓનું તારણ છે.
છેલ્લા એકાદ દસકામાં થયેલ મોટાભાગના ભારે ગુનાના ભેદ ઉકેલવામાં પોલીસ સફળ રહી છે હત્યા, ચોરી, લુટ કે ધાડ સહિતના અનેક મોટા ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને પોલીસે તીતીરભીતર કરી દીધા છે, પોલીસની આ સફળતામાં ટેકનોલોજીએ મહત્વનો ભાગ ભજવ્યો છે. કહેવાય છે કે ગુનેગાર ચાલક ભલે હોય પણ કોઈ ને કોઈ સુરાગ તો છોડીને જ ગુનો કરતો હોય છે. પોલીસ તપાસમાં મહત્વનો ભાગ ભજવતી ટેક્નોલોજી ગુનેગારોની નબળી કડી સાબીત થતી આવી છે,
કોઈ પણ ગુનાને ઉકેલવા ટેકનોલોજી હાથવગુ હથિયાર બની જતા પોલીસની જૂની પુરાની દિવસો સુધીની મહેનત ગુમ થઇ ગઈ, સમય અને ખર્ચ પણ ઓછો થઇ જતા પોલીસની મહેનત પણ ઓછી થઇ ગઈ, પરિણામ એ આવ્યું કે કોન્સ્ટેબલથી માંડી જમાદાર, ફોજદાર, પીઆઈ થી માંડી એસપી અને ડીજીપી થી માંડી ગૃહ વિભાગ પણ કામગીરીથી ખુશ-ખુશ થઇ ગયો, મોબાઈલ લોકેશન અને કોલ રેકોર્ડ તેમજ સીસીટીવીના માધ્યમે પોલીસની કામગીરી સાવ આસાન કરી દીધી, મોટાભાગના ગંભીર ગુનાના ભેદ ઉકેલવામાં આ ટેકનોલોજી કામ લાગી જ છે. ધીરે ધીરે આ ટેકનોલોજી એટલી વ્યાપ્ત થઇ ગઈ કે પોલીસે પણ બાતમીદારોથી નજર હટાવી લીધી કે થોડું અંતર રાખી લીધું, પરંતુ જ્યાં ટેકનોલોજી નિષ્ફળ નીવડે કે ચબરાક ગુનેગારો ટેકનોલોજીને કોરાણે મુકે ગુનો આચરે ત્યારે શું? જવાબ છે
પોલીસનો ટેકનોલોજીના સહારે તપાસનો ધમધમાટ, પોલીસ ભલે દાવો કરે છે કે ચોરીનો ભેદ ઉકેલવા બાતમીદારોની ટીમ કામે લગાડી છે. પરંતુ લાંબા સમય બાદ પણ બાતમીદારોનું નેટવર્ક પણ ચોક્કસ ગુન્હેગારો સુધી પહોચી શક્યું નથી એ વાસ્તવિકતા છે. પોલીસ વિભાગના જુના બાતમીદારના નેટવર્કની સામે ટેકનોલોજી હાવી થઇ હતા આ સમસ્યા સામે આવી હોવાનું નિવૃત પોલીસ અધિકારીઓ માની રહ્યા છે.
બીજી તરફ અગાઉ દાણચોરી દેશદ્રોહિ પ્રવૃતિ ભાંગફોડ રમખાણો હુમલા સહિતના કિસ્સાઓમા બાતમીદારો કે ચબરાકો ઉપર સમગ્ર ખેલ ચાલતો ડ્રગ્સના રેકેટમા પણ બાતમીદારો ખુબ ઉપયોગી બને છે (અમુક સીટીમા હજુ બાતમીદાર નેટવર્ક સોલિડ પણ છે) અપહરણ હત્યા ચોરી અપકૃત્ય અનૈતિક ગુનામા પણ બાતમીદારો કડી આપી શકે પરંતુ તે માટે એરિયાવાઇઝ બાતમીદાર હોવા જોઇએ તેમને મળવુ હળવુ પ્રોત્સાહન આપવુ પુરસ્કાર આપવા વગેરે કરવુ પડતુ હોય છે,
માત્ર ધોલ ધપાટ થી પુછી લેવાથી દર વખતે બાતમી ન મળે ઘણી વખત ખોટી સાચી બાતમી પણ ધંધે લગાડે તો ઘણી વખત અણસાર પણ ન હોય ને શંકાસ્પદ અટકાયતી તરફે બહારથી ક્યાક થી દેખાડાતી લાગણી થી ક્યારેક આખો ગુનો ડીટેક્ટ થઇ જતો હોય છે અને જામનગરમા એ રીતે પોલીસ સફળ પણ થયેલી છે એકંદર સાચી ઇન્ફર્મેશન અને ઠોસ બાતમીદારોએ પોલીસ કાર્યવાહીના જરૂરી અને પુરક બળ છે પરંતુ તેને હંમેશા લાઇવ રાખવા ઘણી મહેનત કરવી પડે અને તો અનડીટેક્ટ કંઇ મોટેભાગે ન રહે અને ગુનેગાર પણ પકડ થી લાંબો સમય દૂર ન રહે તેમ પણ પોલીસ વિભાગના અનુભવીઓએ આ ચર્ચા દરમ્યાન ઉમેર્યુ છે.